cutlet sandwich recipe in gujarati

Cutlet Sandwich Recipe in Gujarati Language:

Ingredients:
  • 50 ગ્રામ ફણસી (French beans)
  • 200 ગ્રામ બટાકા (Potato)
  • 50 ગ્રામ ગાજર (Carrot)
  • 100 ગ્રામ લીલા વટાણા (Green Peas)
  • તેલ પ્રમાણસર (oil)
  • 1 ટીસ્પૂન તલ (Sesame seed)
  • 1 ટીસ્પૂન વરીયાળી (Fennel)
  • 1 ટીસ્પૂન વાટેલાં આદું મરચાં (Ginger chili paste)
  • કોથમીર (Coriander)
  • લીંબુ (Lemon)
  • ખાંડ જરૂર મુજબ (Sugar)
  • 2 ટેબલ સ્પૂન આરાનો લોટ (Ara flour)
  • ટોસ્ટ નો ભુક્કો (Toast Crumb) 
  • મીઠું (Salt)
  • 16 સ્લાઇસ બ્રેડ (Bread slice)
  • સોસ (Sauce)
  • ચાટ મસાલો (Chat Masala)
  • ચીઝ (Cheese)
  • બટર (Butter)
Recipe:
  • એક તપેલીમાં ફણસી, ગાજર, વટાણા જીણા સમારી વરાળથી બાફવા, બટાકા ને બાફી છીણી થી છીણી લેવા.
  • એક વાસણ માં તેલ મૂકી હિંગ, તલ નો વઘાર કરી, આદું મરચાં, વરીયાળી, કોથમીર, લીંબુ, ખાંડ બધુંજ ઉમેરી દેવું.
  • આરાનો લોટ નાખતા જવું અને હલાવતા જવું જેથી ગાંગડી ન પડે પછી તેમાં 1 ટેબલસ્પૂન ટોસ્ટ નો ભુક્કો નાખવો.
  • આરાનો લોટ અને કોથમીર સતડાઈ જાય ત્યારે શાકમાં જરૂરી ટોસ્ટ નો ભુક્કો અને મીઠું નાંખી બધા મસાલા સાથે મિક્સ કરવું.
  • કટલેસ ના બીબા થઈ કટલેસ પાડવી.
  • ટોસ્ટ ના ભૂક્કા માં રગદોળી ગરમ તેલમાં તળવી.
  • હવે બ્રેડ પર બટર લગાવવું તેના પર સોસ અને ચટણીઓ અને કટલેસ મૂકવા.
  • ચાટ મસાલો નાખવો, ચીઝ છીણવી.
  • બીજી બ્રેડ બટર લગાવીને તેના પર મૂકવી.                              

dudhi bataka pauva kachori recipe

Dudhi Bataka Pauva Kachori Recipe in Gujarati Language:

Ingredients:
  • 200 ગ્રામ દૂધી (bottle gourd)
  • 3 થી 4 નંગ બટાકા (Potato)
  • 100 ગ્રામ નાયલોન પૌવા (Pauva) 
  • 1/2 ટીસ્પૂન લીંબુ ના ફૂલ (Citric Acid / Nimbu Phool / Saji na Phool)
  • 2 ટીસ્પૂન ખાંડ (Sugar)
  • 2 ટીસ્પૂન વાટેલા આદું મરચાં (Ginger chili paste)
  • કોથમીર (Coriander)
  • 250 ગ્રામ મેંદો (Maida flour)
  • ગળી લાલ ચટણી (Red Chutney)
  • મીઠું (Salt)
  • 1/2 ટીસ્પૂન જીરું (Cumin seed)            
Recipe:
  • સૌ પ્રથમ દૂધીને પાણીમાં છીણી ને બાફી લેવી.
  • તેમજ બટાકાને છોલીને કૂકરમાં બાફી લેવા.
  • દૂધી બફાઈ જાય એટલે નીચોવી પાણી બિલકુલ બહાર કાઢી નાખવું.
  • પછી તેમાં પૌવા અને બાફેલા બટાકા નો માવો મિક્સ કરવો.
  • એક વાસણ માં 2 ટેબલ સ્પૂન તેલ મૂકી જીરા અને હિંગ નો વઘાર કરી.
  • મીઠું, ખટાશ, ખાંડ વાટેલા આદું મરચાં, કોથમીર નાખવા પછી તેમાં દૂધી, બટાકા પૌવા નાખી.
  • બધાનું મિશ્રણ કરી ગોળીઓ વાળવી.
  • મેદામાં મીઠું અને સહેજ તેલ નાખી પૂરી જેવો લોટ બાંધવો.
  • પૂરી વણીને કચોરીની જેમ ભરવી.
  • તાવડીમાં તેલ મૂકી આછી ગુલાબી તળવી.
  • ખજુર ટામેટા ની ગળી ચટણી સાથે સર્વ કરો.
Recipe :
  • First Grit the Bottle gourd in Water and Boil them
  • And Remove the Potatoes Skin and Boil them in Pressure Cooker.
  • Once Bottle gourd boil then squeeze them and remove water from it.
  • Then add poha and mesh potatoes and mix well.
  • Take one Pan and add 2 table spoon oil and add cumin seed and add asafoetida.
  • Then add salt, lemon juice, ginger chili paste, coriander and bottle gourd, potato and poha in it.
  • Then mix all well and make round ball of them.
  • Take Maida flour and add salt to taste and make dough like for making Puri.
  • Make round puri and add stuffing in it. and covers the borders and make samosa.
  • then heat the oil and fry samosas in the oil, light pink in colour.
  • Served it with Khajur, Tomato Chutney.
 
 

 



dalwada pav recipe

Dalwada Pav Recipe in Guajrati Language

દાળવડા પાઉં ]

  
Ingredients:
  • 500 ગ્રામ - મગની ફોતરાવાળી દાળ - Moong dal
  • નાનો ટુકડો આદું - Ginger
  • 12 થી 15 લીલા મરચાં - Green Chili
  • 10 થી 15 કળી લસણ - Garlic
  • 2 નંગ ડુંગળી - Onion
  • 1 નાનો બાઉલ કોથમીર ની લીલી ચટણી - Coriander chutney
  • ટોમેટો કેચપ જરૂર પ્રમાણે - Tomato ketchup / sauce 
  • ચીઝ જરૂર પ્રમાણે - Cheese
  • લાલ મરચું - Red chili powder 
  • મીઠું પ્રમાણસર - Salt to taste
  • 10 નંગ ભાજીપાવ ની બ્રેડ - Bhaji Pav Bread   
Dalwada Pav Recipe:
  • સૌથી પહેલા મગની ફોતરાવાળી દાળ ને 6 થી 8 કલાક પલાળવી.
  • પછી તેને મિક્સર માં અધકચરી વાટવી તેમાં મીઠું વાટવું.
  • અને તેમાં આદું મરચાં લસણ ક્રશ કરી નાખવા અને ચપટી હિંગ અને લાલ મરચું સહેજ નાખવું.
  • બધુંજ ફીણી ને તાસરામા તેલ મૂકી મોટા લૂવા લઇ મોટા દાળવડા ઉતારવા.
  • તેમજ ડુંગળી ને જીણી સમારી એક તાસરામા સહેજ તેલ મૂકી આછી ગુલાબી તળી લેવી.
  • ત્યારબાદ ભાજી પાવ ની બ્રેડ લઇ વચ્ચે થી સહેજ કાપી તેમાં કોથમીર ની ચટણી લગાવી, ડુંગળી સાતળી ભભરાવી, લસણ ની ચટણી લગાવી. તેમાં દાળવડા મૂકી તેની ઉપર ની બ્રેડ પર ટોમેટો કેચપ લગાવો. 
  • નોનસ્ટીક તાવીમાં બટર મૂકી શેકી દો. શેકાઈ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.
Dalwada recipe is a Monsoon and Winter Season best snack food recipe.

mango pulp ras burfi recipe

Mango pulp (ras) Burfi Recipe in Gujarati Language

Ingredients :
  • 1 કપ કેરી નો રસ (Mango pulp/ ras)  
  • ઘી પ્રમાણસર (Ghee)
  • 3/4 કપ દૂધ (Milk)
  • 1/2 કપ ખાંડ (Sugar)
  • ઇલાઇચી (Elaichi)
  • કેસર જરૂર પ્રમાણે (Kesar)
  • વરખ (Silver foil)
Recipe :

  • સૌ પ્રથમ ગેસ ઉપર એક તાસરામા થોડું ઘી મુકવું 
  • ઘી ગરમ થાય તેમાં કેરીનો રસ નાખવો, અને હલાવતા રહેવુ 
  • સહેજ ખદખદવા લાગે એટલે તેમાં દૂધ નાખવું 
  • થોડું ઘટ્ટ થાય એટલે ખાંડ નાખવી 
  • ત્યારબાદ ઉપરથી 1 1/2 ટી સ્પૂન (દોઢ ચમચી) ઇલાઈચી અને કેસર નો ભુક્કો નાખવો 
  • જયારે વધારે ઘટ્ટ થાય અને ઠરે તેવું લાગે એટલે થાળી માં તેલ લગાવી ઠારી દેવું 
  • ઉપર વરખ લગાવી ડેકોરેટ કરી દેવું                     

thandai masala recipe

Thandai Masala Recipe in Gujarati Language

ઠંડાઈ નો મસાલો બનાવવાની રીત 

Ingredients:
  • 50 ગ્રામ ઇલાઇચી (Elaichi / Green Cardamom)
  • 50 ગ્રામ સાકર (Sugar)
  • 200 ગ્રામ વરીયાળી (Fennel seed)
  • 50 ગ્રામ મગજતરીના બી (Watermelon seeds)
  • 120 ગ્રામ સફેદ મરી (White Pepper)
  • 50 ગ્રામ ખસખસ (Khaskhas)
  • 50 ગ્રામ બદામ (Almond)
Recipe:
  • ઇલાઇચી, સાકર, વરીયાળી, મગજતરીના બી, સફેદમરી અને ખસખસ અને બદામ જુદું જુદું વાટીને પછી ભેગું કરો. 
  • અને બરાબર હલાવી દો.
  • એક કપ માં 1 ટી સ્પૂન આ પાવડર નાખવો.
Recipe:
  • Green Cardamom, fennel, watermelon seeds, white pepper and khaskhas and almond crush Seprately and then mix all well and store it in a glass jar.
  • In one cup add one teaspoon powder.       

milk masala powder recipe

Milk Masala powder Recipe in Gujarati Language:

(દૂધ નો મસાલો)

Ingredients:
  • Almond - 100 ગ્રામ બદામ (Almond)
  • Cashew - 100 ગ્રામ કાજુ (Cashew)
  • Keshar - 50 ગ્રામ કેસર (Kesar)
  • Green Cardamom - 50 ગ્રામ ઇલાઇચી (Elaichi)  
Recipe:
  • First of all Mix Almond, Cashew and Green Cardamom Seed and Crush it in a Mixer Machine and Make its Powder.
  • And and Add the Keshar in this Powder and mix and store it in a glass jar.
  • In this wasy Masala for Milk is Ready.

Recipe:
  • સૌ પ્રથમ બદામ, કાજુ, ઇલાઇચી ભેગા કરી મિક્સર માં ક્રશ કરી પાવડર જેવું બનાવી લેવું.
  • અને કેસર ને મિક્સ કરેલા પાવડર માં ઉપરથી નાખી મિક્સ કરી લેવું.
  • દૂધ માં નાખવાનો મસાલો તૈયાર છે.


    

methi masala recipe

Methi Masala Recipe in Gujarati Language

Ingredients:
  • મેથી (Fenugreek)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili)
  • હિંગ (Asafoetida)
  • તેલ (Oil)
  • રાઈ ની દાળ (Mustard seed dal)
  • મીઠું (Salt)     
Recipe:
  • મેથી ને તાસરામા શેકવા મૂકવી સાથે મીઠું પણ શેકવું.
  • મેથી ને ઠંડું પડે એટલે મોટી વાટવી અથવા મેથી ની દાળ તૈયાર લાવવી.
  • પછી એક થાળીમાં એક કપ મેથી ની દાળ હોય તો 1 કપ થી ઓછું મીઠું.
  • 1 કપ મરચું સહેજ હળદર અને સહેજ હિંગ નાખી મિક્સ કરવું. 
  • તેમાં સરસીયું નાખી બધું મિક્સ કરવું.    
  


tea masala recipe

Tea Masala Recipe in Gujarati Language:
                              
(ચા નો મસાલો )

Ingredients:
  • 50 ગ્રામ તજ (Cinnamon)
  • 50 ગ્રામ મરી (Black Pepper)
  • 20 ગ્રામ ઇલાઈચી (Elaichi / Black Cardamon)
  • 1 જાયફળ (Jaiphal/ Nutmeg)
  • 100 ગ્રામ સૂંઠ (Dried Ginger)
  • થોડીક જાવંત્રી (Javantri / Javitri Mace)        
Chai masala Recipe
  • સૌ પ્રથમ તજ, મરી, ઇલાઈચી, જાવંત્રી, અને સૂંઠ  ખાંડી લો, તેમજ જાયફળ જીણું સમારી ખાંડી લો.  
  • અને બધાજ મસાલા બરાબર મિક્સ કરી, ચારણી થી ચાળી લો અને કાચ ની બરણી માં ભરી લો. 
  • ચા બનાવતી વખતે આ મસાલો તેમાં ઉમેરવો ચા સ્વાદીસ્ટ લાગે છે.
Recipe:

  • First Take Cinnamon, Green Cardamom, Javantri, and Dried ginger, and jaiphal powder.
  • and mix all the spices well and strain them and store it in a glass jar.
  • while making a tea add this tea masala in it, it make tea taste tastier. 

                         
                      

chat masala powder recipe

Chat Masala powder recipe in Guajrati Language:

ચાટ - મસાલો બનાવવાની રીત ]

Ingredients:
  • 50 ગ્રામ આંબોડીયા નો પાવડર (Ambodiya Powder)
  • 20 ગ્રામ - મરી નો પાવડર (Pepper Powder)
  • 1 ટી સ્પૂન - હીંગ (Asafoetida)
  • 2 ટી સ્પૂન સંચળ (Black salt)
  • 40 ગ્રામ - કાચા જીરા નો પાવડર (Raw Cumin seed powder)
  • મીઠું પ્રમાણસર - (Salt)
Recipe:
  • આંબોડીયા નો પાવડર, મરી પાવડર, હીંગ, સંચળ, કાચા જીરા નો પાવડર, અને મીઠું આ બધુંજ મિક્સ કરી ચારણી થી ચાળી ને ભરી લેવું. 
  • આ મસાલા નો ઉપયોગ પાણી પકોડી, શેરડી ના રસ, લીંબુ શરબત, ખાખરા વગેરે માં ઉપર ભભરાવવા માટે કરી શકાય.      
Recipe:
  • First of all take Ambodiya powder, black pepper powder, asafoetida, black salt, and cumin seed powder and salt and mix all them well and stain it with strainer and store it in a glass jar.
  • While you make recipes like pani puri, sugar cane juice, or lemon juice or khakhra you can use this chat masala to sprinkle in the recipe.

tomato raita recipe

Tomato raita Recipe in Gujarati Language

Ingredients:
  • 4 નંગ ટામેટા (Tomato)
  • 250 ગ્રામ મોળું દહીં (Yogurt)
  • 1 ટીસ્પૂન જીરું (Cumin seed)
  • 2 ટીસ્પૂન ખાંડ (Sugar)
  • મીઠું (Salt)
  • કોથમીર (Fresh Coriander)    
Recipe:
  • સૌ પ્રથમ ટામેટાના નાના નાના ટુકડા કરવા
  • મોળા દહીને વલોવીને તેમાં શેકેલું જીરું, મીઠું, ખાંડ, કોથમીર નાખવી 
  • અને  ત્યારબાદ ટામેટા ઉમેરી દેવા.
Recipe:
  • Make the smll pieces of tomatoes.
  • Blend the yogurt and add roasted cumin, salt, sugar and coriander.
  • And then add tomatoes and mix it, tomato raita is ready to eat.

pumpkin raita recipe

Pumpkin Raita recipe in Gujarati Language

Ingredients:
  • 200 ગ્રામ કોળું (Pumpkin)
  • 200 મિલી દહીં (Yogurt) 
  • 1/2 ટેબલ સ્પૂન વાટેલા આદું-મરચાં (Ginger chili paste) 
  • 1 ટી સ્પૂન જીરું (Cumin seed)
  • 2 ટી સ્પૂન ખાંડ (Sugar)
  • મીઠું  પ્રમાણસર (Salt) 
Recipe:
  • સૌ પ્રથમ કોળા ને છોલી તેને છુંદી નાખવું અને ત્યારબાદ બાફી નાખવું.
  • દહીં માંથી પાણી નીતારી તેમાં કોળું નાખવું.
  • લીલા આદું મરચાં વાટેલું જીરું મીઠું અને ખાંડ નાખવી.
  • ફ્રીજ માં ઠંડુ કરી સર્વ કરવું.     

kharek raita recipe

Kharek raita recipe in Gujarati Language

Ingredients:
  • 100 ગ્રામ ખારેક (Kharek)
  • 200 ગ્રામ મોળું દહીં (Yogurt)
  • 1 ટીસ્પૂન જીરું (Cumin seed)
  • મીઠું (Salt)
  • ખાંડ (Sugar)     
Recipe:
  • સૌ પ્રથમ ખારેક ને 4 કલાક પલાળવી અને તેના ટુકડા કરવા.
  • દહીંમાં મીઠું, જીરું અને ખાંડ નાખવી અને તેમાં ખારેક ના ટૂકડા મિક્સ કરવા.
  • ઠંડુ કર્યા બાદ સર્વ કરવું.    
Kharek have good energy and source of natural sugar, and it is good dry fruit for helath. 

rayan raita recipe

Rayan Raita Recipe in Gujarati Language

રાયણ નું રાયતું બનાવવાની રીત  

Ingredients:
  • 100 ગ્રામ રાયણ Khirni / Manikara hexandra)
  • 200 મિલી દહીં (Yogurt)
  • 2 ટીસ્પૂન ખાંડ (Sugar)
  • 1 ટીસ્પૂન જીરું (Cumin seed)
  • મીઠું (Salt)    
Recipe:
  • સૌ પ્રથમ દહીં ને વલોવવું, રાયણ ને પાણીમાં પલાળી ઠળિયા કાઢી નાખવા.
  • હવે દહીંમાં ઠળિયા કાઢેલી રાયણ તેમજ ખાંડ, જીરું, મીઠું, નાખવું.
  • થોડું ઠંડુ કરી સર્વ કરવું.
Recipe;
  • First make the thin yogurt with the help of valoni. soak the rayana (khirni) into water and remove the seeds.
  • Now add the skin of khirni into yougrt and also add sugar, cumin, salt into yougrt.
  • Mix them well and place it in fridge, then serve it.
Rayan fruit is available in Summer season and it is good energetic fruit with sweet taste. this tree is found in many village farms. this fruit plant is also used in grafting chiku fruit plant.    


apple halwa recipe

Apple Halwa Recipe in Gujarati Language

Ingredients:

  • 3 સફરજન (Apple)
  • 3 ટેબલસ્પૂન ઘી (Ghee)
  • 1 લીટર દૂધ (Milk)
  • 150 ગ્રામ ખાંડ (Sugar)
  • 1 લીંબુ (Lemon)
  • ઇલાઇચી (Elaichi)      

Recipe:

  • સફરજન ને છોલી ને નાના ટુકડા કરવા.
  • 1 ટેબલ સ્પૂન ઘી મૂકી તેમાં સાંતળવા ચઢી જાય એટલે તેમાં દૂધ રેડવું.
  • થોડુંક જાડું થાય એટલે ખાંડ અને લીંબુ નાખવા ઘટ્ટ થાય એટલે 1 ટેબલ સ્પૂન ઘી નાખી બરાબર હલાવી ઉતારી લેવું અને ઇલાઇચી નો ભુક્કો નાખી થાળી માં તેલ લગાવી પાથરી ઠારી દેવો.    

    

chana dal mango pickle recipe

Chana dal mango pickle Recipe in Gujarati Recipe

ચણા ની દાળ - કેરી નું અથાણું  

Ingrdients:

  • 1 નંગ રાજાપૂરી કેરી (Rajapuri Mango)
  • 200 ગ્રામ સરસીયું (Sarasiya Oil)
  • 1 નાની વાડકી કોરી ચણા ની દાળ (Chana dal)
  • હિંગ ચપટી (Pinch of Asafoetida)
  • 1 વાડકી મેથી ના કુરિયા (Methi na kuria/ Split Fentugreek seed)
  • 1 નાની વાડકી આખી કાળી રાઈ (Mustard seed)       
  • હળદર (Turmeric)
  • મીઠું (Salt)  

Recipe:
  • સૌ પ્રથમ રાજાપૂરી કેરી ને છોલી ને તેના નાના નાના ટુકડા કરવા.
  • તે નાના નાના ટુકડા ની અંદર જ આખી ચણા ની દાળ અને મેથી ના કુરિયા નાખવા.
  • તેમજ આખી કાળી રાઈ ને ખાંડણી માં અધકચરી કરી તેમાં નાખવી અને ચપટી હિંગ, હળદર અને મીઠું નાખી બધુંજ મિક્સ કરી તપેલી ઢાંકી બે દિવસ રહેવા દેવું.
  • ખટાસ અને મીઠા ના કારણે ચણા ની દાળ ચઢી જશે.
  • ત્યારબાદ સરસીયાનું તેલ ગરમ કરી ઠંડુ પડે એટલે તેમાં ઉમેરી દેવું.
  • સરસીયાનું તેલ અથાણા ને ડૂબાડૂબ રાખે તેવું લેવું.
  • આમ અથાણું સરસ રીતે તૈયાર થઇ જશે.

dahi mamri recipe

Dahi Mamri Recipe in Gujara ti Language

Ingredients:
  • 100 ગ્રામ તીખી મમરી (Tikhi Mamri)
  • 200 ગ્રામ દહીં (Yogurt)
  • ખજુર ટામેટા ની ગળી ચટણી (Khajur and Tomato Chutney)
  • 2 ટેબલસ્પૂન જીણી સમારેલી કોથમીર (Fresh Chopped Coriander)
  • મીઠું (Salt)
  • લાલ મરચાં નો પાવડર (Red Chili Powder)
Recipe:
  • સૌ પ્રથમ દહીં ને વલોવીને લો.  
  • હવે તેમાં મીઠું નાખી, મમરી ઉપર દહીં રેડીને ખજુર ની ચટણી નાખવી. 
  • તેની ઉપર લાલ મરચું અને બારીક સમારેલી કોથમીર ભભરાવવી.
  • દહીં મમરી તૈયાર છે.     
Recipe:

  • First blend the yogurt with blender
  • Add salt in yogurt and then sprinkle the yogurt on tikhi mamri and khajur chutney on it.
  • Sprinkle red chili powder and small chopped fresh coriander on it.
  • Dahi mamri is ready. 



suran nu shaak recipe

Suran nu shaak recipe in gujarati language

સૂરણ નું શાક બનાવવાની રીત

Ingredients:
  • 250 ગ્રામ સૂરણ (Suran/ Elephant foot yam)
  • 1 ટી સ્પૂન મરીનો ભુક્કો (Black pepper powder)
  • 1 ટી સ્પૂન દહીં (Yogurt)
  • ગોળ (Jaggery) જરૂર પ્રમાણે
  • ઘી (Ghee) જરૂર પ્રમાણે
  • મીઠું (Salt) જરૂર પ્રમાણે    
Recipe:
  • સૌ પ્રથમ સૂરણ ના ટુકડા કરી વધારે પાણીમાં બાફવા.
  • ચારણી માં કાઢી બે હાથથી દબાવી પાણી કાઢવું.
  • ત્યારબાદ એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નો વઘાર કરવો અને તેમાં સૂરણ નાખી મીઠું, હળદર, મરચું અને ધાણાજીરું ઉમેરી દેવું.
  • તથા દહીં અને ગોળ નો ભુક્કો પણ ઉમેરી દો.
  • સરસ રસાદાર શાક તૈયાર થઇ જાય એટલે કોથમીર ભભરાવવી.      
Suran vegetable is grow inside ground and it has many beneficial medicinal values and widely used in indian medicines like Siddha, Ayurveda and Unani. its storage is easy.    

osayeli ghau ni sev recipe

Osayeli Ghau ni Sev Recipe in Gujarati Language

"ઓસાયેલી ઘઉં ની સેવ"  

Ingredients :
  • 250 ગ્રામ - ઘઉં ની સેવ (Wheat flour Sev)
  • પાણી અડધી મોટી તપેલી (Water)
  • બુરુખાંડ - (Crumbed Sugar)
  • ઘી - (Ghee) 
Recipe :
  • સૌ પ્રથમ સેવ ને ભાંગી નાની નાની કરવી.
  • ત્યારબાદ એક તપેલીમાં અડધી અડધી તપેલી પાણી મૂકી ને સેવ અંદર ઉમેરવી.
  • 2 થી 3 ઉભરા આવે અને સહેજવાર ઉકળે એટલે સેવ ચઢી જશે.
  • ત્યારબાદ ચારણી માં સેવ કાઢી પાણી નીતારી લેવું. 
  • ત્યારબાદ ડિશ માં સેવ લઇ તેમાં જરૂર પ્રમાણે બુરુંખાંડ અને ઘી ઉમેરી મિક્સ કરી સર્વ કરવું.

karela bataka kaju nu shaak

Karela bataka kaju nu shaak Recipe in Gujrati Language

કારેલા, બટાકા, કાજુ નું શાક બનાવવાની રીત:

Ingredients :
  • 250 ગ્રામ કારેલા (Karela / Momordica charantia)
  • 250 ગ્રામ બટાકા (Potato) 
  • કાજુ ના ટુકડા (Kaju/ Cashew pieces)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Coriander cumin seed powder)
  • ગોળ (Jaggery) 
  • તેલ (oil)
Recipe :
  • સૌ પ્રથમ કરેલાને સ્વચ્છ પાણી થી ધોઈ ને તેના ઉભા પીસ કરી લેવા 
  • મીઠું ઉમેરી એક બાજુ મૂકી રાખવા, બટાકાના ઉભા પીસ કરવા
  • ત્યારબાદ કારેલાને દબાવી બે હાથે નીચોવી કડવાશ કાઢી લેવી
  • ત્યારબાદ એક તાસરા માં તેલ મૂકી તેમાં કારેલા તળી લેવાં અને બટાકા ના પીસ, કાજુ તળી લેવા.
  • પછી એક નાના તાસરા માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ નો વઘાર કરી, તેમાં કારેલા બટાકા કાજુ ઉમેરી, તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું અને ગોળ ઉમેરી સહેજવાર ચઢવા દો.
  • ગોળ ઓગળી જાડો રસો થાય એટલે શાક તૈયાર થઇ જશે.

biranj recipe

Biranj Recipe in Gujarati Language:

બીરંજ (ઘઉં ની સેવ) બનાવવાની રીત :

Ingredients:
  • 250 ગ્રામ ઘઉં ની સેવ (Wheat Sev)
  • પાણી (Water) 
  • દૂધ (Milk)    
  • 4 થી 5 ચમચી ઘી (Ghee)
  • ખાંડ (Sugar)
  • કાજુ (Cashew)
  • બદામ (Almond) 
Biranj Recipe :
  • સૌ પ્રથમ સેવને જીણી કરી, એક તાસરામાં ઘી મૂકી.
  • ઘી ગરમ થાય એટલે સેવ અંદર નાખી તાવેતાથી શેકવી, સેવ આછી ગુલાબી શેકાઈ જાય એટલે તેમાં પાણી અને દૂધ મિક્સ કરી ચાર વાડકી જેટલું ઉમેરવું.
  • બધુંજ પાણી અને દૂધ ઉકળી અને બળી જાય એટલે જેટલું ગળ્યું બનાવવું હોય તે પ્રમાણે ખાંડ નાખવી.
  • ખાંડ બધીજ ઓગળી તેનું પાણી બળી જાય અને ઘી છુટે એટલે તેમાં કાજુ બદામ ના ટુકડા નાખવા, અને ઇલાઇચી નો ભુક્કો નાખવો અને ગરમ ગરમ પીરસવું.
  • અને જો ઠંડું ખાવું હોયતો થાળી માં પાથરી ફ્રીજ માં મૂકી દેવું ઠરી જાય એટલે સુખડી ની જેમ પીસ પાડીને સર્વ કરવું.                     

simple tuvar dal khichdi recipe

Simple Tuvar dal Khichdi Recipe in Gujarati Language:

"તુવેર ની દાળ ની સાદી ખીચડી"

Ingredients :
  • 1 વાડકી બાસમતી ચોખા (Basmati Rice)
  • અડધી વાડકી તુવેર ની દાળ (Tuvar dal/ Peas Dal)
  • મીઠું (Salt)
  • હળદર જરૂર મુજબ (Turmeric) 
  • 1 ટીસ્પૂન ઘી (Ghee)
Tuver Dal Khichdi Recipe :
  • એક તપેલીમાં ચોખા અને અડધી વાડકી તુવેર ની દાળ ને ધોઈ ને પલાળવી.
  • કુકર માં બે વેઢા (ડૂબે તેટલું) જેટલું પાણી રાખી તેમાં હળદર, મીઠું ઉમેરી 1 ટી સ્પૂન ઘી ઉમેરી દેવું અને ધોયેલા દાળ ચોખા ઉમેરી દેવા અને બધું મિશ્રણ બરાબર હલાવી દેવું અને ઢાકણ બંધ કરી દેવું.  
  • અને ધીમા તાપે ખીચડી કુકર માં થવા મૂકવી, 3 વ્હીસલ વાગે એટલે ગેસ બંધ કરી દેવો.
  • સાદી તુવેર ની દાળ ની ખીચડી તૈયાર છે.  
Tuver ni Dal ni Khichdi Recipe:
  • Take one Bowl and add Rice and half bowl Tuvar dal and washed well with water.
  • Then take the pressure cooker and add little water as two marks of the finger can dip in water, then add turmeric, salt, and 1 teaspoon of ghee (butter) in it. and add washed rice and tuvar dal and mix the all the mixture well and close the cooker cover.
  • Let the cooker on low flame and play 3 whistle in cooker and turn off the gas.
  • Then Tuver dal khichdi is ready to serve. 

rajapuri ripe mango sharbat recipe

Rajapuri Ripe Mango Sharbat Recipe in Gujarati Language:

"રાજાપુરી પાકી કેરી નો શરબત"


Ingredients :
  • 1 કિલો રાજાપુરી પાકી કેરી (Rajapuri Ripe Mango)
  • અડધી ચમચી લીંબુ ના ફૂલ
  • 400 ગ્રામ ખાંડ (Sugar)  
Recipe : 
  • રાજાપુરી પાકી કેરી ને છોલી તેનો બધોજ પાકો માવો એક તપેલીમાં કાઢી લેવો.
  • તેમાં લીંબુ ના ફૂલ અને ખાંડ ઉમેરી, મિક્સર માં ક્રશ કરી કાઢી લેવું.
  • ત્યારબાદ એક ડબ્બામાં તે પલ્પ ભરી ફ્રીઝર માં મૂકી દેવું.
  • જયારે શરબત બનાવવો હોય ત્યારે એક તપેલીમાં એક ગ્લાસ ઠંડુ પાણી લઇ તેમાં 1 ચમચી પલ્પ લઇ બ્લેન્ડર મશીન ફેરવી.
  • તેનો શરબત તૈયાર કરી તેમાં જીરું પાવડર, મીઠું, સંચળ ઉમેરવું અથવા ચાટ મસાલો ઉમેરવો.                   

  

gulab jamun recipe

Gulab Jamun Recipe in Gujarati Language:

"ગુલાબજાંબુ બનાવવાની રીત"

Gulab Jamun Ingredients:

  • 1 કિલો (મોળો) માવો (Milk Mawa)
  • 250 ગ્રામ મેંદો (Maida flour)
  • 750 ગ્રામ ખાંડ (Sugar)
  • ઇલાઈચી નો પાવડર (Elaichi Powder)
  • સાજી ના ફૂલ (જરૂર પ્રમાણે)     
Gulab Recipe:
  • સૌ પ્રથમ એક કિલો માવો છીણી તેમાં મેંદો ઉમેરતા જવું અને મસળતા જવું.
  • તેમજ ઇલાઈચી નો પાવડર અને અડધી ચમચી સાજી ના ફૂલ પણ ઉમેરી દેવો.
  • બધું બરાબર મિક્સ કરી, હાથથી બરાબર મસળી ગોળ ગોળ લીસ્સા બોલ વળવા.
  • ગેસ ઉપર તાસરામા તેલ ગરમ થવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી એક મોટી પહોળી તપેલીમાં 750 ગ્રામ ખાંડ લઇ ખાંડ ડૂબે તેટલું પાણી લઇ ગેસ ની બીજી બાજુ ચાસણી થવા મૂકવી
  • ચાસણી ધીમે ધીમે હલાવતા રહેવું 1/2 (અડધા) તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દેવો
  • તેલ ગરમ થયું હોય તેમાં આ બોલ તળી આછા ગુલાબી થાય તે ચાસણી માં નાખી દેવા.
  • ચાસણી વધારે ટેસ્ટી બનાવવા માટે કેસર અને ઇલાઈચી પાવડર તેમાં ઉમેરવો.
  • 7 થી 8 કલાકે ગુલાબ જાંબુ ચાસણી પી તૈયાર થઇ જશે.
  • ઠંડા પડે એટલે તપેલી ઢાંકી ને ફ્રિઝ માં મૂકી દેવી જેથી વધારે ઠંડા ગુલાબ જાંબુ થઇ શકે.

simple moong dal khichdi recipe

Moong Dal Khichdi Recipe in Gujarati Language:

"સાદી ફોતરા વાળી મગ ની દાળ ની ખીચડી"

Ingredients :
  • 1 વાડકી બાસમતી ચોખા (Basmati Rice)
  • અડધી વાડકી ફોતરાવાળી મગની દાળ (Moong Dal)
  • મીઠું (Salt)
  • હળદર જરૂર મુજબ (Turmeric) 
  • 1 ટીસ્પૂન ઘી ( Ghee / Butter)  
Mag Ni Dal Ni Khichdi Recipe :
  • એક તપેલીમાં ચોખા અને મગની ફોતરા વાળી મગની દાળ ને ધોઈ ને પાણીમાં પલાળવી અને બરાબર ધોઈ ને ફોતરા ઉખાડી દેવા.
  • તપેલીમાં બે વેઢા (ડૂબે તેટલું) જેટલું પાણી રાખી તેમાં હળદર, મીઠું ઉમેરી 1 ટી સ્પૂન ઘી ઉમેરી દેવું. 
  • અને ધીમા તાપે ખીચડી થવા દેવી.
Moong Dal Khichdi Recipe:
  • Take Rice and Skinned Moong dal in one bowl and add water in the bowl and washed well.
  • Washed the Skinned Moong dal well and remove the skin.
  • Keep little water in bowl measure it by fingers two marks dip in water. and add turmeric, salt, 1 teaspoon ghee.
  • and let the khichdi on low flame on gas.
  • check after few minute and turn off the gas and served it.
  • Moong dal khichdi (Sadi mag ni dal ni khichdi) is ready.
This Healthy and Simple Moong Dal Khichdi is Good For Health you can take the rice as you use in Regular basis.