Gram flour Dabka Sabji Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- Gram flour - ચણા નો લોટ - 1 વાડકી
- Turmeric - હળદર
- Red chili powder - મરચું
- Salt - મીઠું
- Cumin coriander seed powder - ધાણાજીરું
- Ginger Chili paste - લીલા આદું - મરચા
- Coriander - કોથમીર
- Lemon - લીંબુ
- Sugar - ખાંડ
- ચણા ના લોટમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, લીલા આદું મરચાં, કોથમીર, લીંબુ ખાંડ ઉમેરી સહેજ પાણી નાખી કઠણ મુઠીયા વાળવા.
- ત્યારબાદ એક તપેલીમાં પાણી મૂકી તે પાણી માં જ મુઠીયા ડુબાડુબ મૂકી બફાવા દેવા.
- મુઠીયા બફાઈ જાય એટલે મુઠીયા કાઢી તેને કાપી દેવા.
- તપેલી ના અંદર ના પાણીમાં સહેજ છાસ નાખી તેમાં હળદર, મરચું, મીઠું નાખી વલોવી મૂકી રાખવું.
- તેમજ એક તાસરા માં તેલ મૂકી તેમાં રાઈ હિંગનો વઘાર કરી કાપેલા મુઠીયા વઘારવા.
- તેમાં તૈયાર કરેલું પાણી ઉમેરી દેવું બધુંજ બરાબર ખદખદવા દો.
- પાણી ઉકળી બળી જાય રસો ઘટ્ટ થાય એટલે કોથમીર નાખી પીરસવું.
No comments:
Post a Comment