Lilva Na Samosa Recipe in Gujarati Language :
(લીલવા ના સમોસા)
Ingredients :
(લીલવા ના સમોસા)
Ingredients :
- 1 વાડકી લીલા વટાણા (Green peas)
- 1 વાડકી લીલી તુવેરો ના દાણા (Gree Toor)
- 3 પીસ લીલી ડુંગળી (Green Onion)
- 4 થી 5 કળી લીલું લસણ (Green Garlic)
- 5 કળી ફુદીનો (Mint)
- 1 નાની વાડકી ઝીણી સમારેલી કોથમીર (Small Chopped Coriander)
- 6 થી 8 નંગ લીલા મરચા (Green Chili)
- લીંબુ (Lemon)
- ખાંડ (Sugar)
- મીઠું (salt)
- મરચું (Chili)
- હળદર (Turmeric)
Recipe :
- સૌ પ્રથમ લીલા તુવેર ના દાણા ને અધ કચરા મિક્સરમાં વાટી લેવા.
- વટાણા ને પણ એજ રીતે વાટી લેવા.
- ત્યારબાદ તેને એક બાઉલ માંકાઢી લીલી ડુંગળી, લીલું લસણ ફુદીનો કોથમીર ઝીણું ઝીણું બારીક સુધારી તેમાં ઉમેરી દેવું.
- લીલા મરચા આદું ખાંડણી માં ખાંડી ઉમેરી દેવા.
- ત્યારબાદ તાસરા માં તેલ મૂકી જીરા નો વઘાર કરી, આ મિશ્રણ ને તેમાં શેકવું બરાબર તાવેતાથી ઉપર નીચે હલાવતા રહેવું.
- દાણા નું મિશ્રણ શેકાઈ જાય તેવી સુગંધ આવે ત્યારે, તેમાં લીંબુ જરૂર પ્રમાણે ખાંડ, મીઠું, મરચું, હળદર ઉમેરી, બધુજ એક મિશ્ર કરી માવો તૈયાર કરવો.
- ત્યારબાદ મેંદા ના લોટ ને મોણ અને મીઠું, જીરૂં નાખી પૂરી જેવો લોટ બાંધી તેની પૂરી બનાવી.
- વચ્ચે થી કટ કરી સમોસા ભરવા અને કઢાઈ માં તેલ મૂકી ધીમા તાપે ગુલાબી તળવા.
In Winter season Green Toor is easily available and the its having good protein, and its mostly used in this season kachori and samosa..!!!