lemon sweet pickle recipe

Lemon Sweet Pickle Recipe in Gujarati Language:

Ingredients:
  • 1 કિલો લીંબુ - Lemon
  • 11/2 કિલો ખાંડ - Sugar
  • હળદર - Turmeric
  • લાલ મરચું - Red Chili Powder
  • મીઠું - Salt 
Recipe:
  • સૌ પ્રથમ દરેક લીંબુ ના ચાર ટુકડા કરી મીઠા અને હળદર માં 15 દિવસ રાખવા (લીંબુ ની છાલ પોચી પડે ત્યાં સુધી રાખવાં) રોજ ઉછાળવા.
  • લીંબુ ના ટુકડા કરી બીયા કાઢી થાળીમાં છુટા પાડવા, ખાંડ ડૂબે તેટલું પાણી લઇ 2 તારની ચાસની કરવી
  • ચાસણી ઠંડી પાડવી. 
  • તેમાં મીઠું અને લાલ મરચું નાખી લીંબુ ના ટુકડા નાંખવા.
  • બરાબર હલાવી બરણી માં ભરવાં.  
 Recipe:
  • First make the four pieces of all lemons and put it in a salt and turmeric powder mixture for 15 days. (Put it Until the upper skin of lemon can be soften.)
  • Make the pieces of lemon and put it in a plate separately, take the enough water where sugar can be dissolve properly and make two string chasni from this mixture.
  • Let cool the chasni.
  • And add salt, red chili powder and lemon pieces in it.
  • Mix them all well.
  • Store Lemon Pickle - limbu nu athanu in a Glass jar.



makai masala puri recipe

Makai Masala Puri Recipe in Gujarati Language

Ingredients:
  • 3 કપ મકાઈ નો લોટ - Corn flour
  • 1 કપ થી ઓછો ઘઉં નો લોટ - wheat flour
  • 200 ગ્રામ દૂધી - Bottle gourd
  • આદું, મરચાં લસણ ની પેસ્ટ - Ginger, Chili, Garlic paste
  • 1/2 ટી સ્પૂન હળદર - Turmeric
  • 2 ટેબલ સ્પૂન ગોળ - Jaggery
  • તેલ - oil
  • 1 ટી સ્પૂન અજમો - caraway seed
  • દહીં - Yogurt
  • મીઠું - Salt           
Recipe:
  • મકાઈ અને ઘઉં નો લોટ ભેગો કરી તેમાં દૂધી છીણી ને નાખવી, તેમજ વાટેલાં આદું મરચાં, લસણ, અજમો મોણ મીઠું અને ખાટું દહીં નાખી લોટ બાંધવો.
  • લોટ કઠણ બાંધવો.
  • લોટ 2 કલાક રહેવા દેવો, પછી પૂરી બનાવવી.
  • અથવા ઘઉં ના લોટનું અટામણ લઈને વણવું.
  • ત્યારબાદ પ્લાસ્ટિક ની કોથળીમાં મૂકી વણવું.
  • તવા પર તેલમાં પૂરી શેકી તૈયાર કરવી, મોળા દહીંમાં મરચું, મીઠું નાખી તેની સાથે સર્વ કરવું.
Recipe:
  • Mix Corn flour and Wheat flour together and add Shredded bottle gourd in it, and add ginger, chili, garlic and caraway seeds, oil, salt, and yogurt and dough. 
  • Make tight dough. Take bit of wheat flour to roll the puri.
  • Take plastic put the small portion of dough between and roll round puri.
  • Fry puri on tava and serve it with yogurt added of salt, and chili powder in it.


      
        

upma recipe

Upma Recipe in Gujarati Language

Ingredients:
  • 1 કપ - રવો - Semolina flour/ soji flour
  • 1 ટેબલ સ્પૂન - અડદ ની દાળ - Urad dal
  • 2 ટેબલ સ્પૂન ઘી - Ghee/ Butter
  • રાઈ - Mustard seed
  • તલ - Sesame seed 
  • હિંગ - Asafoetida
  • મીઠું - Salt   
  • 1 - નંગ ડુંગળી - Onion
  • 1 કપ છાસ - Butter Milk
  • 1 ટી સ્પૂન તજ લવિંગ નો ભુક્કો - Cinnamon Cloves crumb
  • 2 ટી સ્પૂન ખાંડ - Sugar
  • 1 નંગ ટામેટું - Tomato
  • લીલા મરચાં - Green Chili
  • મીઠો લીમડો - Curry Leaves
  • કોથમીર  - Coriander        
Recipe : 
  • સૌ પ્રથમ એક તાસરા માં ઘી મૂકી રાઈ, તલ, હિંગ નો વઘાર કરી ડુંગળી સાતળી, ઘી સાથે અડદ ની દાળ પણ નાખી દેવી.
  • અડદ ની દાળ ગુલાબી થાય એટલે બધુંજ સતડાઈ જાય એટલે રવો નાખવો.
  • ધીમા તાપે શીરા ની જેમ હલાવી શેકવો.
  • રવો ગુલાબી રંગ નો થાય એટલે ગરમ પાણી ઉમેરો, 1 કપ રવો હોય તો 2 કપ પાણી 1 કપ છાસ ઉમેરવી
  • તેમાં મીઠું, તજ, લવિંગ નો ભૂકો, ખાંડ નાંખવી.
  • ટામેટા નાના સમારી નાંખવા કોથમીર ભભરાવવી. 
  • બધુંજ પાણી બળી જાય અને સરસ રીતે સીજી જાય એટલે ઉપમા તૈયાર થઇ જશે. 
Upma Recipe:
  • First of all take butter in pan add mustard seed, sesame seed, add asafoetida, onion and urad dal into it.
  • Once urad dal get pink colour and all can be properly cooked then add soji flour.
  • stir like making sheera.
  • once soji flour get pink colour add water, 1 cup soji flour then add 2 cup of water, 1 cup butter milk.
  • add salt, clove, cinnamon powder.and sugar.
  • add small chopped tomatoes.
  • all the water is get steamed out and cooked well. upma is ready to eat.