dungri bataka nu shaak recipe

Dungri Bataka Nu Shaak Recipe in Gujarati Language:

(ડુંગળી - બટાકા નું શાક

Ingredients:
  • 4 થી 5 નંગ ડુંગળી (Onion)
  • 2 થી 4 નંગ બટાકા (Potato)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili) 
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Dhanajiru Powder)
  • હિંગ (Asafoetida/ Hing)
  • રાઈ (Mustard)
  • સૂકી મેથી (Dried fenugreek)
  • 2 ટેબલસ્પૂન તેલ (Oil)
dungri bataka shaak recipe
Dunri - Bataka nu Shaak
Recipe :
  • સૌ પ્રથમ ડુંગળી બટાકા ધોઈને છોલી ડુંગળીની ઉભી ઉભી ચીરીઓ કરવી, અને બટાકા ને બાફી દેવા.
  • એક તોસરામાં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ નો વઘાર કરી, તેમાં સૂકી મેથી નાખી, ત્યારબાદ તેમાં ડુંગળી નાખવી.
  • તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું નાખવું. 
  • ત્યારબાદ ડુંગળી ગુલાબી થાય એટલે બટાકા ને તેમાં નાખી દેવા. 
  • બરાબર હલાવી સહેજ ખાંડ નાખી ગેસ બંધ કરી દેવું.
Potato Onion Sabji Recipe :

  • First Wash the Potatoes and Removes Skin of Onion and Cut their Vertical Pieces and then Boil Potatoes.
  • Put Oil in One Pan and Once Heated the Oil add Mustard Seed, Asafoetida, and add Dry Fenugreek Leaves in it, then add Onion in it.
  • Add Turmeric Powder, Red Chili Powder, Salt, and Cumin Coriander Seed Powder (Dhanajiru) it it.
  • Then Once Onion Get Pink Colour then add Boil Potatoes in it.
  • Add Sugar Mix them well and then Turn off Gas.

Bataka Dungri Vegetable is a Good Shaak Recipe and Favourite of All Age groups in family. 

bataka pauva recipe

Bataka Pauva Recipe in Gujarati Language :

બટાકા-પૌવા બનાવવાની રીત ]

Ingredients : (સામગ્રી)
  • 500 ગ્રામ - પૌવા (બટાકાપૌવા માટેના પૌવા) Poha
  • 2 થી 3 નંગ બટાકા (Potato)
  • 6 થી 7 નંગ લીલા મરચાં (Green Chili)
  • 2 નંગ ટામેટા (Tomato)
  • 2 નંગ ડુંગળી (Onion)
  • લીલા મરચા (જરૂર મુજબ) (Green chili)
  • હળદર (Turmeric)
  • મીઠું (Salt)
  • મરચું લાલ (Red Chili Powder)
  • તલ (Sesame seed)
  • લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • કોથમીર (Fresh Coriander)
  • સુકી દ્રાક્ષ (Raisin / Dry grapes)           
bataka pauva recipe gujarati
Bataka Pauva (Poha) 

Recipe :
  • સૌ પ્રથમ બટાકા ને છોલી બાફી નાખવા. 
  • ત્યારબાદ પૌવા ને ચોખ્ખા પાણી થી ધોઈ પાણી નિતારી લો 
  • ત્યારબાદ લીલા મરચાં, ડુંગળી, ટામેટા, જીણું સુધારી દેવું.
  • ત્યારબાદ એક તાસરામા તેલ મૂકી તેમાં રાઈ, મીઠો લીમડો, હિંગ, તલ નાખી વઘાર કરી તેમાં લીલા મરચાં સાંતળવા.
  • ત્યારબાદ તેમાં ડુંગળી નાખવી, ડુંગળી સહેજ ગુલાબી થાય એટલે ટામેટા તેમજ બાફેલા બટાકા ના પીસ નાખવા.
  • ત્યારબાદ પૌવા ને તેમાં ઉમેરી દેવા.
  • અને હળદર, મરચું, મીઠું, લાલ મરચું, ખાંડ, લીંબુ નો રસ, સૂકી દ્રાક્ષ, કોથમીર જોઈતા પ્રમાણમાં તેમાં નાખી બરાબર હલાવી દો. 
  •  તેને સહેજ વાર ગેસ ઉપર રહેવા દેવા.
  • અને પછી બટાકાપૌવા પીરસવા.
Recipe:
  • First of all Remove the potato skin and boil potato.
  • Then Wash the Poha with clean water and strain water and keep aside.
  • Then after chopped green chili, onion, tomato in small pieces.
  • Then put the oil in vessel and add mustard, curry leaves, asafoetida, sesame seed and green chili.
  • Then add onion, once onion get light pink colour then add tomato and boil potato pieces.
  • Then add pauva (poha) in it.
  • And add turmeric, chili powder, Salt, sugar, lemon juice, dry grapes and mix all them well.
  • and put them on gas for a few minute.
  • and then sprinkle the small fresh chopped coriander and serve bataka pauva.              
Bataka Pauva (Batata Poha) is a Healthy Indian Breakfast Recipe. In Winter season you can add vegetable like green peas, cabbage, capsicum, french beans, etc. And also use gram flour Sev or Ratlami Sev, Ground nut beans, to garnish and improve the taste.

paka kela nu shaak

Paka Kela Nu Shaak Recipe in Gujarati Language: (Ripe Banana Sabji)

(પાકા કેળા નું શાક)

Ingredients :
  • 3 થી 4 નંગ - પાકા કેળા (Ripe Banana)
  • લાલ મરચું (Red Chili Powder)
  • હળદર (Turmeric)
  • ધાણાજીરું (Cumin coriander seed powder)
  • હિંગ (Asafoetida)
  • જીરું (Cumin)
  • રાઈ (Mustard seed)
Recipe :
  • સૌ પ્રથમ કેળા ને ગોળ ગોળ સુધારી દેવા.
  • ત્યારબાદ એક તાસરામા તેલ મૂકી, તેમાં રાઈ, જીરું, હિંગ નો વઘાર કરી, તેમાં કેળા નાખી લાલ મરચું, હળદર, ધાણાજીરું, નાખવું.
  • સહેજ વાર રાખી તરતજ ગેસ બંધ કરવો.    
  • પાકા કેળા નું શાક તૈયાર છે. 
Recipe:
  • First of all cut the banana in round shapes.
  • Then put the oil in vessel and add mustard, cumin seed, asafoetida and add banana pieces and add Red chili powder, turmeric, cumin coriander seed powder in it.
  • Mix the banana well with spices, keep it on flame only few minute and turn off the gas.
  • Ripe Banana Sabji is Ready.


jamfal nu shaak recipe

Jamfal Nu Shaak Recipe in Gujarati Language : 

Guava Subzi

(કાચા જામફળ નું શાક)

Ingredients :
  • 3 થી 4 કાચા જામફળ (Raw Guava)
  • લાલ મરચું (Red Chili Powder)
  • હળદર (Turmeric)
  • ધાણાજીરૂ (Cumin Coriander Seed Powder)
  • હિંગ (Asafoetida)
  • જીરૂ (Cumin Seed)
  • રાઈ (Mustard Seed)      
Recipe : 
  • સૌ પ્રથમ એક તાસરામાં તેલ મૂકી, તેમાં રાઈ, જીરું, હિંગ નાખી વઘાર કરો. 
  • તેમાં જામફળ ના પીસ કરી ઉમેરી દેવા.
  • પાણી ઉમેરી ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરૂ, મરી નો ભુક્કો નાખી ચઢવા દેવું. 
  • ત્યારબાદ તેમાં ખાંડ નાખવી 
  • બધુંજ પાણી બળી તેલ છુટે, ત્યારે જામફળ નું શાક તૈયાર થઇ જશે.
Recipe in English:
  • Put the oil in pan and add mustard seed, cumin seed and asafoetida in it.
  • And add the guava pieces in it.
  • Add water and add turmeric, chili powder, salt, cumin coriander seed powder, and pepper and let them cook.
  • then add the sugar
  • all the water burn and oil spread, then guava sabzi is ready. 
         

khichu recipe

Khichu Recipe in Gujarati Language :

ખીચું બનાવવાની રીત:

Ingredients :
  • 1 મોટી તપેલી - કમોદ ની કણકી નો લોટ (Kamod Kanki Flour)
  • લીલા મરચાં જરૂર મુજબ (Green Chili)
  • જીરૂ  (Cumin seed)
  • મીઠું (Salt)
  • 1 1/2 તપેલી પાણી (દોઢ તપેલી) (Water)
  • તેલ ( Oil )
  • મેથી નો મસાલો  
Recipe :
  • સૌ પ્રથમ લીલા મરચાં અને જીરૂ મિક્સર માં ક્રશ કરી લેવા.
  • ત્યારબાદ એક તપેલામાં દોઢ તપેલી પાણી ઉમેરી, તેમાં જીરૂ, મરચું, મીઠું નાખી પાણી બરાબર ઉકળવા દેવું.
  • જે તપેલીમાં લોટ હોય તેજ તપેલી નું પાણી નું માપ લેવું ) ત્યારબાદ બરાબર પાણી ઉકળે એટલે લોટ ઉમેરતાં જવું અને વેલણ થી હલાવતાં જવું.
  • બધુંજ એક મિશ્ર થાય એટલે નીચે તવી મૂકી ધીમાં તાપે સીજવા દેવું.
  • ત્યારબાદ ખીચું ચઢી જાય એટલે ગરમ ગરમ એક બાઉલ માં ખીચું કાઢી, તેમાં મેથી નો મસાલો નાખી તેલ નાખી પીરસવું.        
This Khichu Recipe is Favourite of all Gujarati People Living anywhere in the World !

mag nu shaak recipe

Mag Nu Shaak Recipe in Gujarati Language : (Moong Shaak )
(મગ નું શાક)

Ingredients :
  • 1 વાડકી મગ (Mung bean)
  • લસણ (Garlic)
  • લીલા મરચાં (Green Chili)
  • કોથમીર સ્વાદ મુજબ (Coriander)
  • હળદર (Turmeric)
  • મીઠું (Salt)
  • મરચું (Red Chili powder)
  • ધાણાજીરૂ (DhaanaJiru Powder)
  • લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • ગરમ મસાલો (Garam Masala)
  • કોથમીર (Fresh Coriander)
Recipe :
  • સૌ પ્રથમ મગ ને પાણીમાં નાખી 3 થી 4 વ્હીસલ વગાડી ધીમા તાપે બાફી લેવા.
  • ત્યારબાદ તાસરામા તેલ મૂકી તેમાં હિંગ, જીરૂ, મીઠા લીમડાનો વઘાર કરવો
  • તેમાં લસણ, લીલા મરચાની પેસ્ટ નાંખી બાફેલા મગ નાખી દેવા.
  • સહેજ પાણી ઉમેરી હળદર, મીઠું, મરચું, ધાણાજીરૂ, કોથમીર, લીંબુ, ખાંડ, ગરમ મસાલો નાખો અને બરાબર હલાવી દો, મગ તૈયાર થઇ જશે.                  
Mung bean shaak is a healthy recipe for all, it gives good protein and energy to body. 

suki tuvar shaak recipe

Suki Tuvar Shaak Recipe in Gujarati Language (કઠોળ) :

Ingredients :
  • 1 વાડકી સૂકી તુવેર (Suki Tuvar)
  • 2 નંગ સૂકી ડુંગળી (Onion)
  • 5 થી 6 કળી સુકું અથવા લીલું લસણ (Green Garlic)
  • 1 નંગ ટામેટું (Tomato) 
  • 1 ટીસ્પૂન ચણા નો લોટ (Gram flour)
  • મીઠું (Salt)
  • મરચું (Chili) 
  • હળદર (Turmeric)
  • ધાણાજીરૂં (Cumin coriander seed powder/ Dhanajiru)
  • કોથમીર (Coriander)
  • સ્વાદ મુજબ લીંબુ (Lemon)c
  • 1 ટીસ્પૂન ખાંડ (Sugar)           
Recipe : 
  • સૌ પ્રથમ સૂકી તુવેર ને ગરમ પાણી લઇ બાર કલાક પલાળી રાખો.
  • ત્યારબાદ જયારે બનાવવી હોય ત્યારે અંદર હાથ નાખ્યા પાણી નીતારી કુકર માં બીજું પાણી નાખી સહેજ સાજી ના ફૂલ નાખી ધીમા તાપે 6 થી 7 વ્હીસલ બોલાવી તુવેર બાફવી. 
  • તુવેર ના દાણા બરાબર બફાઈ જાય એટલે એક તાસરામા તેલ મૂકી તેમાં હિંગ અને જીરા નો વઘાર કરવો. 
  • તેમાં મીઠો લીમડો નાખવો તેમજ ડુંગળી લસણ ટામેટું જીણું સુધારી સાંતળવું. 
  • ત્યારબાદ ચણા નો લોટ નાખી, સહેજ પાણી ઉમેરી ચણા નો લોટ શેકી લેવો.
  • અને પછી તરતજ તુવેર અંદર ઉમેરી દેવી.
  • રસાવાળી તુવેર બનાવવી હોય તો સહેજ બીજું પાણી ઉમેરવું ત્યારબાદ મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂં, કોથમીર, સ્વાદ મુજબ લીંબુ ખાંડ ઉમેરી દેવી.                

potato chivda recipe

Farali Potato Chivda Recipe in Gujarati Language :

(લીલો બટાકા નો ચેવડો

Ingredients :
  • 4 થી 5 બટાકા (Potato)
  • તળવા માટે તેલ (Oil)
  • તલ (Sesame seed)
  • વરિયાળી (Variyali/ English Name Fennel)
  • મીઠો લીમડો (Curry Leaves)
  • લાલ મરચું (Red Chili)
  • મીઠું (Salt)     
  • કાજુ (Cashew)
  • સૂકી દ્રાક્ષ (Kismis / Dried grape)
  • સીંગ દાણા ના કટકા (Ground nut)
  Recipe : 
  • બટાકા ને ધોઈ છોલી છીણી કાઢવા છીણવા માટે કાતરી નો સંચો લેવો.
  • પછી તેને પાણી માં નાખી બે થી ત્રણ વાર ધોઈ લો. 
  • ત્યારબાદ તેને કોટન કપડામાં પહોળી કરી લેવી. 
  • પાણી શોષાઈ જાય એટલે તેને તળી લેવું.
  • ત્યારબાદ એક તોસરામાં તેલ મૂકી તેમાં તલ વરિયાળી અને મીઠા લીમડાનો વઘાર કરી તેમાં નાખી દેવો.
  • ત્યારબાદ ઉપર લાલ મરચુ મીઠું બુરૂ ખાંડ ભભરાવી કાજુ, સીંગ દાણા ના કટકા, અને સૂકી દ્રાક્ષ તેલ  માં તળી ઉપરથી ઉમેરી દેવું.
Make Farali Bataka no Chivdo at Home for Festival Fasts.  

bataka no shiro recipe

Bataka No Shiro Recipe in Gujarati Language :
(Potato Shiro / બટાકા નો શીરો)

Ingredients:
  • 500 ગ્રામ બટાકા (Potato)
  • 1 ટીસ્પૂન ઘી (Ghee)
  • 1 નાની વાડકી ખાંડ (Sugar)
  • 1 કપ દૂધ (Milk)
Recipe:
  • સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી તેને કૂકર માં બાફી લો.
  • પછી એક તાસરામાં ઘી મૂકી તેમાં બટાકા નો માવો બનાવી શેકી લેવો. 
  • માવો સહેજ ગુલાબી થાય એટલે, તેમાં દૂધ ઉમેરવું. 
  • બધું દૂધ બળી જાય એટલે ખાંડ ઉમેરવી, ખાંડ નું પાણી બળી જાય અને ઘી છુટે એટલે બટાકા નો શીરો તૈયાર થઇ જશે. 
  • ત્યારબાદ તેની ઉપર બદામ કાજુ, પિસ્તા, ઇલાઇચી નો ભુક્કો ભભરાવી ગરમ ગરમ પીરસો.             
Bataka (Potato) Shiro Recipe, you can make on fasts Day.

jamfal guava chutney recipe

Jamfal Guava Chutney Recipe in Gujarati Language :

Ingredients:
કાચા જામફળ - 2 (Raw Guava)
5 થી 6 નંગ - લીલા મરચાં (Green Chili)
સ્વાદ પ્રમાણે મીઠું (Salt) , કોથમીર (Coriander), ખાંડ (Sugar)  
દહીં 1 ટીસ્પૂન (Yogurt)
તેલ 1 ટીસ્પૂન (Oil)

Guava Chutney Recipe:
  • સૌ પ્રથમ કાચા જામફળ ને ધોઈ પીસ કરી તેના બીયા કાઢી લેવા 
  • ત્યારબાદ બીયા કાઢેલા જામફળ અને લીલા મરચાં તેમજ કોથમીર ખાંડ, દહીં, તેલ, મીઠું બધુજ મિક્સ કરી મિક્સર માં ક્રશ કરી લેવું. 
  • પછી સહેજ પાણી નાખી પછી ફરીથી એક વખત મિક્સર માં મિક્સ કરી દેવું.
  • કાચા જામફળ ની ચટણી તૈયાર છે.   
Enjoy Guava fruit in different taste with making of it chutney. 

sakkriya ni patties recipe

Sakkariya Ni Patties Recipe in Gujarati Language :
 (Sweet Potato Patties Recipe)

Ingredients :

  • 2 થી 3 નંગ શક્કરીયા (Sweet potato)
  • 5 થી 6 નંગ લીલા મરચાં  (Green Chili)
  • કોથમીર (Coriander Leaves)
  • આદું (Ginger)
  • લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • ગરમ મસાલો (Garam Masala)
  • આરા નો લોટ - (Arrowroot Flour) જરૂર મુજબ

Recipe :

  • શક્કરીયા ને બાફી માવો તૈયાર કરી, તેમાં લીલા મરચાં, આદું, ક્રશ કરી નાખવા 
  • તેમાં કોથમીર ખાંડ ગરમ મસાલો, મીઠું વગેરે ઉમેરી માવો તૈયાર કરી દેવો 
  • તેની ગોળ પેટીસ બનાવી તેને આરાના લોટમાં રગદોળી, નોનસ્ટીક તવીમા તેલ થી તવીમાં શેકી લેવી.
  • ત્યારબાદ ડીશ માં મૂકી તેની ઉપર ગળી ચટણી, કોથમીર ની ચટણી નાખી સર્વ કરો.       

farali buff vada recipe

Farali Buff Vada Recipe : ફરાળી બફ્વડા

Ingredients :
  • 500 ગ્રામ બટાકા (Potato)
  • લીલા મરચાં (Green Chili)
  • કોથમીર (Coriander)
  • આદું (Ginger)
  • સીંગ દાણા નો ભુક્કો (Ground Nut Crumb)
  • ટોપરાની છીણ (Coconut Crumb)
Recipe :
  • સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા અને તેના માવામાં મીઠું નાખી દેવું,
  • બે ચમચી ટોપરાની છીણ, બે ચમચી તલ, બે ચમચી સીંગ દાણા નો ભુક્કો નાખી મીક્સ કરી લેવું.
  • ત્યારબાદ બટાકાનો જે માવો તૈયાર કર્યો છે, તેમાં આરાનો લોટ નાખી તેને થેપી તેમાં ગોળ ખાડો પાડી દો અને તેમાં સૂકો મસાલો ઉપર ભરી ફરીથી ગોળ વાળી દો અને તેને આરાના લોટ માં રગદોળી દો. 
  • હવે તેલ ગરમ કરી તેને તળી લો. 
  • અને તેને ગરમ ગરમ સર્વ કરો, ઠંડા દહીં સાથે પણ લઇ શકાય.              
This Fasts Recipe is Specially Prepared in Different Festivals like Maha Shiv Ratri, Navratri, Holi, Janmasthmi, Etc.