khandvi recipe

Khandvi Recipe in Gujarati Language :

Ingredients :
1 વાટકી ચણા નો લોટ (Gram flour)
1½ વાટકી છાસ (Butter milk)
1½ વાટકી પાણી (water)
વઘાર માટે 2 ટેસ્પૂન તેલ (oil)
2 ટીસ્પૂન રાઈ (Mustard seed)
ચપટી હિંગ (Asafoetida)

ડેકોરેશન માટે : (For Decorate)
લીલી કોથમીર (Fresh Coriander Leaves)
છીણેલું નારીયેળ (Crumbed coconut)
Gujarati khandvi recipe


Khandvi Recipe :
  • એક જાડી તપેલીમાં છાસ, પાણી, લોટ વગેરે ભેગા કરીને ઝેરણી થી ઝેરી (ભાગી) નાખવું.
  • તેમાં મીઠું હળદર નાંખીને હલાવવું, પછી ગેસ પર ચઢાવવું, ગેસ ધીમો રાખવો.
  • એક ધરું એકજ બાજુ હલાવતા રહો, થાળી ને તેલ ચોપડી ને તૈયાર રાખવી, જેથી ખાંડવી ને બંને બાજુ પાથરી શકાય.
  • એકદમ ઘટ લાગે એટલે, થાળી પર સહેજ ચોપડી ને જોઈ લો. 
  • થોડી વાર પછી બરાબર ઉખડે તો ગેસ પર થી ઉતારી લો, અને ચોંટે તો થવા દો.
  • ગેસ ઉપર થી ઉતારીને થાળી ઉપર આખામાં ખાંડવી પહેલા અંદર અને પછી બહાર ની બાજુ પાતળી પાથરી એ રીતે બધીજ પાથરીને ઠરે એટલે માપના કાપા પાડીને રોલ બધાજ વાળીને ડીસ માં ગોઠવી દો.
  • ત્યાર પછી વઘાર માટે તેલ ગરમ કરી, રાઈ અને હિંગ નાખી ચમચી થી એ વઘાર બધી ખાંડવી ઉપર રેડવો 
  • ઉપર કોથમીર અને કોપરાની છીણ ભભરાવવી.        
Recipe :
  • Take thick pan and add butter milk, water, gram flour and mix well with hand blender, and add salt, turmeric powder and mix well then put it on the gas and keep the slow flame.
  • Shake in pan one side the mixture, take one plate grease it with oil to prepare for spreading khandvi in it.
  • once the pan mixture got thick, check it by spreading little on the plate
  • check it can be removed after some time means it is proper and if it is stick then cook for more few minutes,  
  • Take off the mixture from the gas, spread the mixture on the plate which is already prepared with greasing oil on it,
  • once the mixture get thick and set on the plate roll them and cut medium pieces.
  • Then take one pan and add the heat the oil for tadka, add mustard seeds and pinch of asafoetida powder and add this tadka on khandvi rolls, then garnish khandvi with small chopped coriander leaves and coconut crumb. 
Khandvi is the best farsan recipe in gujarat, and also in Wedding Recipes Menu frequent.        

green peas soup recipe

Green Peas Soup Recipe in Gujarati Language :

Ingredients :
  • 1½ કપ બાફેલા વટાણા (Green Peas)
  • 1 ટીસ્પૂન મરી પાવડર (જરૂર મુજબ) (Pepper)
  • 2½ કપ ઉકળતું પાણી (Water)
  • ½ ટીકપ દૂધ (Milk)
  • 2 ટીસ્પૂન માખણ (Butter)
  • 1 ટીસ્પૂન મેંદો (Maida flour)
  • ક્રીમ ટોપિંગ માટે (Cream for topping)
  • મીઠું જરૂર પ્રમાણે (Salt)
Green Peas Soup Recipe :
  • મેંદો અને માખણ ભેગું કરીને તેમાં ઉકળતું પાણી નાખી ને હલાવો, અને બરાબર મિક્સ કરો.
  • બાફેલા વટાણા અને દૂધ ને ભેગા કરીને લીક્વીડાઈઝર માં ક્રશ કરીને પલ્પ તૈયાર કરવો.
  • ગરમ પાણીના મિક્સમાં આ પેસ્ટ નાખી ને દબાવી ને ઉકાળવા મૂકો.
  • તેમાં મરી મીઠું નાખી ઘટ્ટ થયા પછી, ઉતારી ક્રીમ નાખીને પીરસો.
Enjoy Vatana Soup (green peas) in Winter Season and make good health too, Green Peas having Good in protein source.

ginger murabba recipe

Ginger Murabba Recipe : આદું નો મુરબ્બો 

Ingredients :

  • 250 ગ્રામ રેસા વગરનું આદું (Adu) (Ginger without fibers)
  • 250 ગ્રામ ખાંડ (Sugar) 
  • 2 ટીસ્પૂન તજ નો ભૂક્કો (Cinnamon crumb)
  • 1 ટીસ્પૂન ઘી (Clarified Butter)
  • મીઠું (Salt)   

Ginger Marmalade Recipe : 

  • સૌ પ્રથમ આદું ને સ્વચ્છ પાણી થી ધોઈ નાખવું
  • ત્યારબાદ આદું છોલી ધોઈ નાખવું એ વાસણમાં ઘી લઇ ને, તેમાં આદુંની છીણ ને સાંતળવું 
  • સાંતળતી વખતે ચપટી મીઠું ઉમેરવું. 
  • તે બદામી રંગનું થાય એટલે નીચે ઉતારી લેવું.
  • ત્યારબાદ ખાંડમાં પાણી નાખી, દોઢ તારની ચાસણી બનાવવી. 
  • તેમાં સાંતળેલા આદુની છીણ ઉમેરવી. 
  • તેમાં સહેજ તજનો ભૂકો ઉમેરવો.           
Make Ginger Murabba at home, It is a winter season special recipe.

capsicum pickle recipe

Capsicum Pickle Recipe :

Ingredients :
250 ગ્રામ કેપ્સીકમ (capsicum chili)
50 ગ્રામ રાઈ ના કુરિયા (mustard seed kuriya)
2 ટીસ્પૂન તેલ (oil)
1 ટીસ્પૂન તજ નો ભુક્કો (cinnamon)
હિંગ ચપટી (Asafoetida)
લીંબુ નો રસ અડધી ચમચી (lemon juice)
મીઠું (salt)
હળદર (turmeric)
      
Recipe :
  • સૌ પ્રથમ રાઈ ના કુરિયા ને લીંબુના રસમાં નાખીને બે કલાક ઢાંકી રાખવા.
  • મરચા ને ધોઈ ને કોરા કરી તેના બીજ (બીયા) કાઢી તેની ઉભી લાંબી ચીરીયો કરવી. 
  • વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં હિંગ અને તજનો ભૂકો ઉમેરવો.
  • બીજી બાજુ મરચા ને મીઠા માં ચોળવા, ત્યારબાદ તેલ ઠંડુ થાય એટલે તેમાં મરચા નાખવા.
  • તેમાં રાઈના કુરીયાનું મિશ્રણ નાખીને બરાબર હલાવી નાખવું.        

mix vegetable pickle recipe

Mix Vegetable Pickle Recipe :

Ingredients :
100 ગ્રામ ફુલાવર (Cauliflower)
100 ગ્રામ ફણસી (Fansi - French beans)
100 ગ્રામ કાકડી (Cucumber/ kakdi)
100 ગ્રામ ગાજર (Carrot)
100 ગ્રામ ટીંડોળા (Tindora / coccinia grandis)
100 ગ્રામ આંબા હળદર (Turmeric)
100 ગ્રામ કરમદા ( Karamda)
100 ગ્રામ વઢવાણી મરચા (Vadhvani marcha/chili)
50 ગ્રામ લીંબુ (lemon)
400 ગ્રામ મેથીયાનો મસાલો (Methi no masalo)

Mix Veg. Pickle Recipe :
  • સૌ પ્રથમ બધાજ શાક ને ધોઈ ને કોરા કરવા.
  • ત્યારબાદ તેમાં ફુલાવર ના ફૂલ છુટા પાડવા, અને બીજા બધા શાકના લાંબા ટુકડા કરવા.
  • સરસવ ના તેલ ને ગરમ કરવું, અને મેથીયા ના મસાલામાં 2 ચમચી સરસવનું તેલ નાખી, બધુજ મિક્સ કરી તેમાં બધાજ શાક નાખી બરાબર હલાવી દેવું. 
  • ત્યારબાદ ગરમ કરેલું સરસવનું તેલ ઠંડુ પડે, એટલે શાક ડૂબે તેટલું ઉમેરી દેવું.
  • ત્યારબાદ બરણીમાં ભરી લેવું, બે દિવસ બાદ અથાણું તૈયાર થઇ જશે.
  • આ અથાણું પંદર દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય.         
Note: શાક ને બદલે તીખી વસ્તુ તરીકે આ અથાણા નો ઉપયોગ કરી શકાય. 

પોષકતત્વો :- (Nutrients)
ગાજર - ફોસ્ફરસ  
ફણસી - કેલ્શિયમ 
લીંબુ - લીંબુ 
મીઠું - આયોડીન   

green fresh turmeric recipe

Green Fresh Turmeric Recipe : Lili Turmeric (Haldi) Pickle:

લીલી હળદર બનાવવાની રીત :

Ingredients :
250 ગ્રામ હળદર
મીઠું જરૂર મુજબ
1 લીંબુ 

Fresh Turmeric Recipe :
  • હળદર ધોઈ ને ઉપરથી છોલી નાખવી. 
  • પછી લાંબી ચીરીઓ કરી, તેમાં લીંબુ અને મીઠું નાખી બરાબર હલાવી દો.
  • 2 દિવસ બહાર રાખી બરણીમાં ભરી દો. એટલે લીલી હળદર તૈયાર થઇ જશે. 
  • પછી બરણી ફ્રીજ માં રાખવી.   
Eating Green Turmeric (haddar/ haldi) in winter having lots of health benefits.

athela vadhvani marcha recipe

Athela Vadhvani Marcha Recipe in Gujarati Language :

Ingredients :
  • 500 ગ્રામ વઢવાણી મરચા (vadhvani chili)
  • 25 ગ્રામ મીઠું (salt)
  • 1 ચમચી હળદર (turmeric)
  • 1 લીંબુ (lemon)
  • 25 ગ્રામ રાઈ ના કુરિયા (kuriya of mustard seeds)
  • 100 ગ્રામ સરસીયું (sarisu oil)
Vadhvani Marcha Recipe :
  • વઢવાણી મરચા પાણીમાં ધોઈ તેની ચીરીઓ કરી, તેમાં હળદર મીઠું મિક્સ કરી તેમાં ભરવું.
  • મરચા ત્રણ દિવસ મીઠા હળદર માં રાખી, પછી ચારણીમાં કાઢવા 
  • પછી પાણી નીતરી જાય એટલે, સરસીયું ગરમ કરી ઠંડુ કરવું ઠંડુ થાય એટલે, રાઈ ના કુરિયા અને સરસીયું  અંદર નાખવું. 
  • અને તેમાં લીંબુ કાપી ને નિતારવું.
  • બીજા દિવસ થી મરચા તૈયાર થઇ જાય છે, એટલે ઉપયોગ માં લઇ શકાય.    
This Spicy Athela Vadhvani Marcha is a good combination with recipes like Bajri na Rotla, Methi na Thepla (dhebra), Bhakri, kanki ni gas, Vaghareli khichdi, Ganthiya and Farsi puri or a best suits in kathiyawadi menu and you like it with other food.

how to make paneer at home from milk

How to Make Paneer at Home from Milk 

Paneer Recipe in Gujarati Language:

Ingredients :
  • Milk - 500 ગ્રામ (દૂધ)
  • Lemon - 1/2 (લીંબુ)
Recipe :
  • સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લઇ, તેમાં અડધું લીંબુ નીચોવી, દૂધ ઉકાળવું.
  • દૂધ ફાટી જાય એટલે, તેમાંથી પાણી છુટું પડે તે નીતારી લેવું, અને ફોદાં-ફોદાં થયા હોય તેને એક કટકામાં ફીટ બાંધી દેવું. (જો પનીર ચોરસ કટકા થાય તેવું જોઈએ તો તેના પર વજન મુકવું.) 
  • 24 કલાક સુધી રહેવા દેવું
  • ત્યારબાદ કટકા માંથી કાઢી, તેને ડબ્બામાં ભરી ફ્રિજ માં મૂકી દેવું, જેથી 100 ગ્રામ જેટલું પનીર તૈયાર થઇ જશે.      
Recipe:

  • Take the Milk in one bing bowl and add half lemon juice into in.
  • Once the milk torn and water can release from it, remove the water and keep the mixture in tight cloth and if you want the shape then put it in the square untensil and put the weight on it.
  • keep it atleast 24 hours.
  • then remove the cloth and store it in refrigerator, so round 100 gms paneer is ready. 

Paneer is Used by Housewifes, and Restaurants Chef's and Cook's in all over the world, they use them in Making Delicious different Veg. and Non-veg food Recipes from Paneer. sometimes milk is tear that time you can make this waste milk for making paneer.

palak na thepla recipe

Palak Na Thepla Recipe : (Palak na Dhebra)

Ingredients :
  • 1 ઝૂડી પાલક (Palak / Spinach Bhaji)
  • 2 બાઉલ રોટલી નો લોટ (Rotli/Chapati (wheat) Flour)
  • અડધી વાટકી ભાખરી નો લોટ (Bhakri (wheat) flour)
  • 2 બાઉલ બાજરી નો લોટ (Bajri (Millet) flour)
  • 6 થી 7 નંગ લીલા મરચાં (Green Chili)
  • લસણ (Ginger)
  • જીરું (Cumin seed)
  • તલ (Sesame Seed)
  • અજમો (Caraway Seeds) 
  • મીઠું (Salt)
  • હળદર (Turmeric)
  • લાલ મરચું જરૂર પ્રમાણે (Red Chili)
  • મોણ માટે તેલ (Oil)
  • દહીં (Yogurt) 
  • 3 થી 4 ટીસ્પૂન ખાંડ (Sugar)
Palak Thepla Recipe :
  • સૌ પ્રથમ એક તાસ માં ત્રણે લોટ ભેગા કરી, તેમાં હળદર, મીઠું, જીરું, તલ, અજમો, ઉમેરી દો.
  • ત્યારબાદ તેમાં વાટેલાં લીલાં મરચાં, લસણ, આદું ઉમેરી દો.
  • ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી પાલક ધોઈ ને ઉમેરી દો.
  • અને મોણ નાખી બરાબર મસળવું, ત્યારબાદ તેમાં દહીં અને ખાંડ નાંખી જરૂર પ્રમાણે જ થોડુંક પાણી ઉમેરી બહુ ઢીલો નહિ અને બહુ કડક નહિ તેવો લોટ બાંધી, લુવા પાડી ઢેબરા વણવા અટામણ માટે રોટલી નો લોટ થોડોક લઇ લુવા રોટલી નાં લોટમાં બોળી તેનાં ઢેબરા વણવા.
  • તવી ઉપર સરસ ગુલાબી શેકી લેવા.  
Palak have a Good Nutrition Source of Mineral Iron, Potassium, and Vitamin A,C,E,K it can reduce the risk of eye diseases. Tasty Delicious palak na thepla (dhebra) is served with tea or yogurt or coriander chutney. or you can take it alone. 

methi na thepla recipe

Methi na Thepla Recipe: (Methi na Dhebra) in Gujarati Language :

Ingredients :
  • લીલી મેથી - 1 ઝૂડી (Green fenugreek) 
  • 2 બાઉલ - બાજરી નો લોટ (Bajri (millet) flour)
  • 2 બાઉલ - રોટલી નો લોટ (Rotli (wheat) flour)
  • અડધો બાઉલ - ભાખરી નો લોટ (Bhakri (wheat) flour)
  • લીલા મરચાં - 7 થી 8 નંગ (Green Chili)
  • 5 થી 6 કળી લસણ (Garlic)
  • જીરું (Cumin seed)
  • તલ (Sesame seed)
  • અજમો (Caraway seeds)
  • હળદર (Turmeric)
  • મીઠું (Salt) 
  • સૂકું લાલ મરચું (Red chili powder)
  • દહીં (Yogurt)
  • ખાંડ (sugar)
methi na dhebra recipe

Methi na thepla Recipe : (Methi Na Dhebra) 
  • સૌ પ્રથમ એક તાસમાં ત્રણે લોટ ભેગાં કરી.
  • તેમાં હળદર, મીઠું, મરચું, જીરું, તલ, અજમો, બધુંજ ઉમેરી દો.
  • ત્યારબાદ વાટેલા આદું, મરચાં, લસણ ઉમેરી, તેમાં ઝીણી સમારેલી મેથી અને દહીં, ખાંડ ઉમેરી દેવું.
  • ત્યારબાદ મોણ નાંખી, લોટ બાંધી લુવા પાડી, ગોળ ઢેબરા વણવા. 
  • તવી ઉપર ઢેબરા ગુલાબી શેકી લેવા.

Green Fenugreek (લીલી મેથી) is easily available in Winter. Methi na Thepla is a good recipe is also a good dry snack during travelling. can take it during journey, and eat with tea or coriander chutney or yogurt and jaggery is similar to one time meal and satisfy your hunger.   

palak pakoda recipe in gujarati language

Palak Pakoda Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 કપ ચણા ની દાળ (Chana Dal)
  • 1 ઝૂડી પાલકની ભાજી (Palak Bhaji)
  • 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી (Onion)
  • 5 થી 6 નંગ લીલા મરચાં (Green Chili)
  • 2 ટી સ્પૂન કાચી વરિયાળી (Fennel seed)
  • મીઠું (Salt)
  • જીરું  (Cumin seed)
  • કાળામરી (Black Pepper)
  • 2 ટેસ્પૂન ગરમ તેલ (Oil)
Palak Pakoda Recipe :
  • ચણા ની દાળ ને 5 થી 6 કલાક પલાળી રાખો.
  • અને પાણી બધુંજ નીતારી દાળ ને વાટી લો.
  • હવે પાલક ને ઝીણી સમારીને ધોઈ ને અધકચરી વાટવી.
  • દાળમાં વાટેલી ભાજી નાખી, વરિયાળી, જીરું, મરી, મરચાં વગેરે ઝીણું વાટી તેમાં ઉમેરો.
  • મીઠું નાખી બરાબર હાથ થી બધુંજ ફીણી ને ગરમ તેલમાં પકોડા તળો.
  • આછા ગુલાબી થાય એટલે બહાર કાઢી લેવા, લીલી ચટણી, મીઠી ગળી ચટણી સાથે ગરમ પીરસો.     
Palak Bhaji having a good Source of Iron. Enjoy Palak Pakoda With Tea or Chutney. 

kaju draksh mawa laddu recipe

Kaju Draksh Mawa Laddu Recipe :

Ingredients :
  • 200 ગ્રામ માવો 
  • 200 ગ્રામ પનીર
  • 8 ટેબલ સ્પૂન બુરું 
  • 100 ગ્રામ કાજુ ઝીણા સમારેલા 
  • 100 ગ્રામ દ્રાક્ષ 
  • 10 થી 12 નંગ ઇલા ઇચી નો ભૂક્કો     
Kaju Draksh Mawa Laddu Recipe in Gujarati Language :
  • એક તપેલીમાં માવાને તથા પનીરને છીણી લેવો.
  • બંને ને ભેગા કરી અંદર બુરું ખાંડ ઇલાઇચી તથા ઝીણા સુધારેલા કાજુ નાખવા.
  • બધું બરાબર મિક્સ કરીને નાના નાના લાડું વાળવા.
  • આજુ બાજુ દ્રાક્ષ લગાવીને પેપર કપ માં મૂકીને ફ્રીજમાં ઠંડા કરો. 
  • અડધો કલાક પછી પીરસો.      
You Can Make this Recipe in Diwali for Sweet Dish for Guest. its having rich Kaju, Draksh, and Mawa and Home made Sweet Recipe.

Dry Fruit Laddu Recipe:
  • Grate khoya and Paneer in one Bowl
  • Mix khoya and paneer both and add Crumbed Sugar, Elaichi and kaju small pieces
  • Mix the all ingredients well and make the small laddu of that mixture.
  • Paste the Draksh on Laggu and put it into paper cup and place in a Refrigerator
  • Served it after half an hour once it can cool.

kaju pista biscuit recipe

Kaju Pista Biscuit Recipe in Gujarati Language :
  Ingredients :
  • Maida flour - 250 ગ્રામ (મેંદો) 
  • Butter - 125 ગ્રામ (માખણ)
  • Sugar - 100 ગ્રામ (દળેલી ખાંડ)
  • Pistachio - 25 ગ્રામ (પીસ્તા)
  • Cashew - 15 નંગ (કાજુ)
  • મિલ્ક મેંઈડ    
Kaju, Pista Biscuit Recipe :
  • સૌ પ્રથમ એક તપેલી માં  માખણ ને બરાબર ફીણો. 
  • માખણ હલકું થાય એટલે ખાંડ નાખી ફીણો.
  • ખાંડ અને માખણ બંને હલકું થાય એટલે મિલ્ક મેંઈડ નાખો.
  • બરાબર મિક્સ થાય પછી લોટ નાખવો. 
  • ત્યારબાદ પલાળેલા કાજુ, પીસ્તા નાખવા. 
  • પછી ગોળ ગોળ લોટના વીંટા વાળવા. 
  • ઠંડા કરવા પ્લાસ્ટીકની થેલીમાં ફ્રીજમાં મૂકો
  • એકદમ ઠંડા થાય એટલે તેને ચપ્પા વડે ગોળ ગોળ કાપી લેવા.
  • બેકિંગ ટ્રેને ગ્રીઝ કરીને બેક કરવા.