kuler recipe

Kuler Recipe in Gujarati Language
(કુલેર)

Ingredients:
  • 100 ગ્રામ બાજરી નો લોટ (Pearl Millet flour / Bajri (Bajra)no lot)
  • 50 ગ્રામ - ઘી (Ghee)
  • 50 ગ્રામ - ગોળ (Jaggery)
kuler recipe in gujarati language
Kuler - Bajri na Lot na Ladoo

Kuler Ladoo Recipe:
  • સૌ પ્રથમ બાજરીના લોટ ને એક તપેલીમાં કાઢી લો.
  • તેમાં સીધો જીણો સમારેલો ગોળ અને ઘી ઉમેરી, બધું મિશ્રણ હાથથી મસળી ગોળ લાડવો વાળવો.
Kuler Recipe in English:
  • Take Perl Millet flour in a one bowl.
  • Add the Crumbed jaggery and Ghee into the Millet Flour Bowl.
  • Mix the whole mixture well
  • Prepare the Medium Size Round Balls from this mixture.    
This Kuler Recipe is Special Importance and Can be Prepared for Festival of Nag Panchami & Shitala Satam.

gathiya recipe in gujarati language

Gathiya Recipe in Gujarati Language:

Ingredients:
  • 500 ગ્રામ - ચણા નો લોટ (Gram flour)
  • 1 ટીસ્પૂન - વાટેલા મરી (Black Pepper)
  • 1 ટીસ્પૂન - અજમો (Celery seed)
  • 1 ટીસ્પૂન - સાજી ના ફુલ (Citric acid/ Nimbu phool)
  • તેલ પ્રમાણસર (oil)
  • મીઠું પ્રમાણસર (Salt)       
Recipe:
  • સૌ પ્રથમ લોટમાં મરી, અજમો નાખવો.
  • સાજીના ફુલ મીઠું, સાજીના ફૂલ નાખો.
  • લોટમાં મુઠી પડતું મોણ નાખી પાણીથી લોટ કઠણ બાંધો.
  • 2 ટીસ્પૂન તેલ અને પાણી ભેગા કરી, તેનાથી લોટ મસળતા જવું અને ગરમ તેલમાં ગાંઠિયા ના ઝારા માં ઘસીને ગાંઠિયા પાડવા.            
Gathiya Recipe in English:
  • Add Black pepper and Ajwain seeds in the flour.
  • Then add Saji na Phool (citric acid), Salt into it.
  • Then add oil into Flour and Water then make the flour tight dough.
  • Take 2 Teaspoon oil and Water mix it, and Rub the flour with them and from the use of Zara rub the Gathiya flour on it and make Gathiya.

ghau ni chakri recipe

Ghau Ni Chakri (Wheat flour chakli) Recipe in Gujarati Language:

Ingredients:
  • 200 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
  • 2 ટીસ્પૂન વાટેલા આદું મરચાં (Ginger Chili Paster)
  • 1 ટીસ્પૂન તલ (Sesame seed)
  • 1/4 કપ દહીં (Yogurt)
  • તેલ પ્રમાણસર (oil)
  • મીઠું પ્રમાણસર (Salt)
Recipe:
  • સૌ પ્રથમ ઘઉં ના લોટની પોટલી બાંધીને પ્રેશર કૂકરમાં લોટને વરાળથી બાફો.
  • કૂકરમાં પાણી મૂકી તેની અંદર સ્ટેન્ડ મૂકી એક તપેલીમાં પોટલી મૂકી ઢાંકી દેવું અને કુકરનું ઢાંકણું બંધ કરી વ્હીસલ બોલાવી દો.
  • ત્યારબાદ લોટની પોટલી છોડી લોટ છુટો કરી તેમાં આદું, મરચાં, મીઠું, તલ, દહીં અને થોડું તેલ નાખી લોટ બાંધવો.
  • સેવના સંચાથી ચકરી ની જાળી થી ગોળ ચકરી પ્લેટમાં પાડી ઘઉં ની ચકરી ગરમ તેલમાં તળી લેવી.

             

tomato corn soup recipe

Tomato Corn Soup Recipe in Gujarati Language:

Ingredients:
  • 3 થી 4 નંગ - ટામેટા (Tomato)
  • 6 થી 7 કળી - લસણ (Garlic)
  • 2 થી 3 કળી - ડુંગળી (Onion)
  • 1 નંગ - મકાઈ ડોડો (Fresh Corn)
  • ખાંડ (Sugar)
  • મીઠું (Salt)
  • મરચું (Chili Powder)
  • તજ નો ભૂક્કો (Cinnmon Powder)
  • લવિંગ નો ભૂક્કો (Clove Powder)  
Recipe:
  • ટામેટા, ડુંગળી લસણ ને કુકરમાં બાફી ક્રશ કરી લેવા, તેમજ સહેજ પાણી ઉમેરવું.
  • ત્યારબાદ એક તપેલીમાં તેને લઇ ખાંડ, મીઠું, તજ, લવિંગ નો ભુક્કો અને સહેજ ખાંડ નાખી ઉકળવા દેવું. અને મકાઈ ના ફોતરા કાઢી તેના દાણા કાઢી લઇ, દાણા ને કુકરમાં જુદા બાફી તેમાં ઉમેરી દેવા. 
  • જીણી સમારેલી કોથમીર ભભરાવવી અને સહેજ ઉકળે એટલે બાઉલ માં પીરસી ઉપરથી ક્રિમ નાખી સર્વ કરવું.
Recipe in English:
  • Boiled Tomato, onion, garlic in Pressure Cooker and Crush them well, and add a little water.
  • Then take them into a bowl and add sugar, salt, clove crumb and let them boil.
  • And Remove the peels of corn and take out the seeds and boil them into pressure cooker and add this seeds into the bowl.
  • Sprinkle Small Chopped Coriander and little boil then take into bowl and add cream into it and Serve.


         

palak corn soup recipe

Palak Corn Soup Recipe in Gujarati Language:

Ingredients:

  • 250 ગ્રામ - પાલક (Spinach)
  • 1 નંગ મકાઈ ડોડો (Fresh Corn)
  • 5 થી 6 કળી - લસણ (Garlic)
  • 1 નંગ - ડુંગળી (Garlic)
  • 2 નંગ - ટામેટું (Tomato)
  • મીઠું (Iodised Salt)
  • મરચું (Red Chili Powder)
  • તજ નો ભૂક્કો (Cinamon Powder)
  • લવિંગ નો ભૂક્કો (Loung Powder)        

Recipe:
  • સૌ પ્રથમ પાલક ને જીણો સમારી સ્વચ્છ પાણી થી ધોઈ નાખવો.
  • તેમજ મકાઈ ને ફોતરા કાઢી તેના દાણા કાઢી પ્રેશર કુકર માં બાફી નાખવા.
  • તેમજ સાથે કુકરમાં ડુંગળી, લસણ, ટામેટું પણ નાખીને બાફી લેવું તેમજ પાલકને તપેલીમાં પાણી મૂકી બાફી લેવી.
  • ત્યારબાદ મિક્સરમાં બાફેલી પાલકને સહેજ પાણી નાખી ક્રશ કરી લેવી અને બાફેલા દાણા ને જુદા કાઢી લેવા.  
  • ટામેટા, ડુંગળી, લસણ ને પણ મિક્સરમાં ક્રશ કરી પાલક ની અંદર ઉમેરી દેવી.
  • સહેજ મીઠું, મરચું, તજ, લવિંગ નો ભુક્કો નાખવો સહેજ ખાંડ નાખી મકાઈ ના દાણા ઉમેરી દેવા.
  • અને ઉકળવા દેવું ત્યારબાદ ગરમ ગરમ પીરસવો.            

           

makai methi na gota recipe

Makai Methi na Gota Recipe in Gujarati Language :

મકાઈ, મેથી ના ગોટા બનાવવાની રીત :

Ingredients :
  • 2 નંગ મકાઈ ડોડા - (Fresh Corn)
  • 1 જુડી લીલી મેથી (Fenu greek)
  • 1 મોટો બાઉલ ચણા નો લોટ (Gram flour)
  • હળદર (Turmeric)    
  • મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin coriander seed)
  • ગરમ મસાલો (Garam Masala)
  • તલ (sesame seed)
  • વરીયાળી (Fennel seed)
  • કોથમીર (Fresh Coriander)
  • 8 થી 9 નંગ - લીલા મરચાં (Green chili)          
  • 6 થી 8 કળી - લસણ (Garlic)
  • આદું અડધો ટુકડો (Ginger)
  • મોણ માટે તેલ (Oil)
  • 1 ટેબલ  સ્પૂન - દહીં (Yogurt)
  • ખાંડ (Sugar)     
Recipe :
  • સૌ પ્રથમ મકાઈ ને બાફી ક્રશ કરી લેવી.
  • લીલી મેથી ચૂંટી ને જીણી સમારી પાણીમાં ધોઈ નાખવી.
  • એક તપેલીમાં ચણા નો લોટ અને ઘઉં ના કકરા લોટને મિક્સ કરી તેમાં તેલનું મોણ ઉમેરી ક્રશ કરેલી મકાઈ અને આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી, તેમજ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, તલ, વરીયાળી, ગરમ મસાલો વગેરે ઉમેરવું અને જીણી સમારેલી મેથી ઉમેરવી.
  • દહીં અને ખાંડ, કોથમીર બધુંજ ઉમેરી બરાબર હાથથી હલાવી જરૂર પ્રમાણે પાણી ઉમેરવું અને ખીરું તૈયાર કરવું.
  • અને તેલ ગરમ કરવા મૂકી લૂવા મૂકવા અને આછા ગુલાબી ગોટા ઉતારવા.

corn potato paratha recipe

Corn Potato Paratha Recipe in Gujarati Language:

(મકાઈ અને બટાકાના પરોઠા ) 

Ingredients :
  • 2 નંગ - મકાઈ ડોડા (Fresh Corn)
  • 500 ગ્રામ - બટાકા (Potato)
  • 6 થી 7 નંગ - લીલા મરચાં (Green Chili)   
  • 6 થી 8 કળી લસણ (Garlic)
  • લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • હળદર (Turmeric)
  • મરચું (Red chili powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin coriander seed powder)
  • ગરમ મસાલો (Garam Masala)
  • તલ (Sesame seed)
  • વરીયાળી (Fennel seed) 
  • કોથમીર (Fresh Chopped Coriander)
  • આદું નાનો ટુકડો (Ginger)
  • 1 મોટો બાઉલ - ઘઉં નો લોટ (રોટલીનો) (Wheat flour (Chapati Making Flour)
  • તેલ મોણ માટે (Oil)
  • મીઠું (Salt)
Recipe :
  • સૌ પ્રથમ મકાઈના ડોડા ને છોતરા કાઢી કુકર માં બાફી લેવા અને બટાકા ને પણ કુકરમાં બાફી લેવા
  • બાફેલા.
  • બાફેલા મકાઈ ના દાણા ને મિક્સર માં ક્રશ કરી લેવા, અને બટાકાના છોતરા કાઢી હાથથી માવો તૈયાર કરવો.
  • બટેકાના માવામાં ક્રશ કરેલી મકાઈ મિક્સ કરવી, તેમજ વાટેલા આદું મરચાં, લસણ ઉમેરવું.
  • ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, તલ, વરીયાળી ઉમેરી લીંબુ, ખાંડ નાખવું. તેમજ કોથમીર ભભરાવવી, બધુંજ એક મિક્સ કરી લેવું. 
  • ત્યારબાદ તેને ઠંડુ પડવા દેવું, અને બીજી બાજુ રોટલીના લોટને મોણ અને મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધવો. 
  • ત્યારબાદ નાનું પરોઠું વણી તેમાં આ માવો ભરવો અને બધી બાજુથી ગોળ વણી ફરીથી પરોઠું વણવું. અને તવી ઉપર તેલ મૂકી ગુલાબી થાય તેવા પરોઠા શેકવા.      



         

    
   


     

roasted corn sekeli gujarati makai recipe

Roasted Corn (Sekeli Gujarati Makai) Recipe in Gujarati Language:

(શેકેલી મકાઈ નો ડોડો)   

Ingredients:
  • 1 નંગ - મકાઈ ડોડા (Fresh Corn)
  • લાલ મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • લીંબુ (Lemon)    
Roasted Corn Recipe:
  • સૌ પ્રથમ મકાઈ ના ડોડા ના છોતરા કાઢી આખા ડોડા ને સીધો ગેસ પર ધીમા ધીમા તાપે શેકવો.
  • મકાઈ નાં દાણા આછા ગુલાબી રંગ ના થાય તેવો શેકવો, શેકાઈ જાય એટલે તેને સહેજ ઠંડો પડવા દેવો.
  • ત્યારબાદ એક ડીશમાં મીઠું અને લાલ મરચું મિક્સ કરી, તેમાં લીંબુ નીચોવી લીંબુ વડે મીઠું, મરચું, લીંબુ, મકાઈ ના ડોડા ઉપર લગાવવું, મસાલેદાર શેકેલી મકાઈ તૈયાર છે. 
Fresh Roasted Corn, is a Favourite of all age group people, In india monsoon season many city and states, road side people are selling this Spicy Roasted Corn, you can also make this mouthwatering corn at your home.                         

boiled american corn recipe

Boiled American Corn Recipe in Gujarati Language:

બાફેલી અમેરિકન મકાઈ બનાવવાની રીત :

Ingredients :
  • 2 નંગ - મકાઈ ડોડા (Fresh American Corn)
  • 2 ટી સ્પૂન - બટર (Butter)   
  • 1/2 ટી સ્પૂન - લાલ મરચું (Red Chili Powder) 
  • મીઠું (Salt)
  • 1/2 ટી સ્પૂન - મરીયા નો ભૂક્કો (Black Pepper Powder)

Boiled American (Sweet) Corn Recipe :
  • સૌ પ્રથમ મકાઈ ના ડોડા ને છોતરા કાઢી ધોઈ ને બાફી કાઢવા.
  • બાફી લીધા બાદ તેને બહાર ડીશ માં કાઢી લો. 
  • ત્યારબાદ તેના દાણા છુટા પાડવા 
  • છુટા પડેલા દાણા ને એક બાઉલ માં લઇ તેમાં 2 ટી સ્પૂન ઓગળેલું બટર લાલ મરચું, વાટેલા મરીયા, મીઠું નાખી બરાબર હલાવી નાખવું.
  • ત્યારબાદ મસાલેદાર મકાઈ ગરમ ગરમ પીરસવી.                     

makai nu shaak corn sabzi recipe

Makai Nu Shaak Corn Sabzi Recipe in Gujarati Language:

Ingredients:

  • 1 નંગ લીલી મકાઈ (Fresh American Corn/ Makai)
  • 2 નંગ ડુંગળી (Onion)
  • 3 નંગ ટામેટા (Tomato)
  • 5 થી 6 કળી લસણ (Garlic)
  • 5 થી 7 નંગ લીલા મરચાં (Green chili)
  • હળદર (Turmeric)
  • મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin coriander seed powder)
  • ગરમ મસાલો (Garam Masala)
  • કોથમીર (Coriander)  
Recipe:
  • સૌ પ્રથમ મકાઈ ડોડા માંથી દાણા કાઢી તેને બાફી લેવા.
  • ત્યારબાદ થોડાક દાણા ને મિક્સર માં ક્રશ કરવા અને લીલા મરચાં, લસણ મિક્સરમાં ક્રશ કરવા અને ગ્રેવી તૈયાર કરવી.
  • ત્યારબાદ એક તાસરામાં તેલ અને ઘી મૂકી જીરું અને હીંગ નો વઘાર કરી, તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરી, તેમાં સહેજ પાણી નાખી હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી બરાબર સાંતળો.
  • ગ્રેવી સતડાઈ જાય એટલે તેમાં મિક્સરમાં ક્રશ કરેલી મકાઈ ની પેસ્ટ તેમજ આખા બાફેલા દાણા પણ ઉમેરી દો. 
  • બરાબર મિક્સ કરી તેમાં કોથમીર ભભરાવવી અને દૂધ ઉપર જામેલી તાજી મલાઈ એક ચમચી ઉમેરવી.

kaju cashew sukhdi recipe

Kaju Cashew Sukhdi Recipe in Gujarati Language :

[ કાજુ ની સુખડી ] 

Ingredients:
  • Cashew - 500 ગ્રામ - (કાજુ) 
  • Sugar - 250 ગ્રામ - (ખાંડ) 
Recipe:
  • First of all crush the Cashew in the Mixer. 
  • And take 250 gms sugar into one bowl and the add the Same amount of water and let make the syrup (chasni) of sugar.
  • Once it two string chasni is ready then add crushed cashew in it.
  • Mixed well with Spoon and spread it in a steel plate (thali).
  • Once Spreaded Mixer cooled then make medium size pieces.
Recipe:
  • સૌ પ્રથમ કાજુ ને મિક્સરમાં ક્રશ કરી લેવા અને એક તપેલીમાં 250 ગ્રામ ખાંડ લઇ.
  • તે ડુબે તેટલુંજ માપનું પાણી લઇ ગેસ પર ચાસણી થવા દો.
  • બે તારની ચાસણી તૈયાર થાય એટલે તેમાં ક્રશ કરેલા કાજુ ઉમેરી દો, અને ચમચા થી બરાબર હલાવી એક મિક્સ કરી થાળી માં પાથરી દો. 
  • અને ઠરે એટલે સુખડી જેવા પીસ પાડો.


vagharelo bajri no rotlo

Vagharelo Bajri No Rotlo Recipe in Gujarati Language:

Ingredients:

  • 1 બાજરી નો ઠંડો રોટલો (Bajri no rotlo)
  • લીલું લસણ 2 થી 3 કળી (Green Garlic)
  • લીલી ડુંગળી 2 થી 3 કળી (Green Onion)
  • 1 ટી સ્પૂન ઘી (Ghee)
  • 1 ટી સ્પૂન તેલ (Oil)
  • તલ (Sesame Seed)
  • રાઈ (Mustard seed)
  • હિંગ (Asafoetida)
  • મીઠો લીમડો વઘાર માટે (Curry leaves)
  • છાસ (Butter Milk)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili Powder)
  • મીઠું (Salt)
  • કોથમીર (Coriander)
  • 1 ટી સ્પૂન ખાંડ (Sugar)  

Recipe:
  • સૌ પ્રથમ રોટલાને બે હાથે મસળી જીણું જીણું અને અધકચરું કરવું.
  • લીલી ડુંગળી, લીલું લસણ જીણું સમારવું.
  • એક તાસરામા તેલ અને ઘી મૂકી તેમાં રાઈ, તલ નો વઘાર કરી હિંગ અને મીઠો લીમડો નાખી.
  • લીલું લસણ અને લીલી ડુંગળી સાંતળવી તેમાં હળદર, મરચું, મીઠું નાખી રોટલો ઉમેરવો.
  • બરાબર હલાવી છાસ ઉમેરવી, છાસ ખદખદે એટલે તેમાં ખાંડ ઉમેરવી અને ત્યારબાદ કોથમીર ભભરાવવી અને ગરમ ગરમ પીરસવું.                             

chaas ma vaghareli rotli recipe

Chaas Ma Vaghareli Rotli Recipe in Gujarati Language:

(છાસ માં વઘારેલી રોટલી)

Ingredients:
  • વધેલી 6 થી 7 નંગ રોટલી (Chapati / Rotli
  • 2 ટી સ્પૂન તેલ (oil)
  • રાઈ (Mustard seed)
  • હિંગ (Asafoetida)
  • તલ (Sesame seed)
  • વરિયાળી (Fennel seed)
  • મીઠો લીમડો (Curry leaves)
  • હળદર (Turmeric)
  • મરચું (Red chili powder) 
  • મીઠું (Salt)
  • ખાંડ (Sugar)
  • 1 ગ્લાસ છાસ (Butter milk)   
Recipe:
  • સૌ પ્રથમ ઠંડી રોટલી ને બે હાથે મસળીને ભુક્કો કરવો.
  • એક તાસરામાં તેલ મૂકી, તેમાં રાઈ, તલ, હિંગ, મીઠા લીમડાનો વઘાર કરી તેમાં છાસ ઉમેરવી.
  • તેમાં હળદર, મરચું, મીઠું, ખાંડ ઉમેરવી.
  • બરાબર છાસ ઉકળે એટલે તેમાં રોટલી નો ભૂક્કો નાખવો, અને કોથમીર ભભરાવવી.
  • બધીજ છાસ ઉકળી ને ઓછી થઇ જાય અને ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસવી.                               
Spicy Chaas Ma Vaghareli Rotli Recipe:
  • Take Morning Chapati and Mashed it with two hand and make it small pieces.
  • Then take One Pan Add Oil and add Mustard seed, sesame seed, Asafoetida, Curry leaves and butter milk in to this pan.
  • Also add turmeric powder, chili powder, salt and sugar in it.
  • Once boil the butter milk add the chapati crumb into it and sprinkle the small chopped coriander
  • All butter milk stirred and become less and thicken then turn off the gas and served it hot.  




mix vegetable dhokli recipe

Mix Vegetable Dhokli Recipe in Gujarati Language:

Ingredients:
  • 1 નાની વાડકી તુવેર ની દાળ (Toor dal)
  • 500 ગ્રામ - ઘઉં નો લોટ (Wheat flour)
  • હળદર (Turmeric)
  • સૂકું લાલ મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરૂ (Cumin coriander seed powder)
  • તલ (Sesame seed)
  • અજમો (Caraway seed)
  • 1 ટી સ્પૂન તેલ (oil)
  • રાઈ (Mustard seed)
  • હિંગ (Asafoetida)
  • મીઠો લીમડો (Curry leaves)
  • 1 નંગ - બટાકા (potato)
  • 1 નંગ - ડુંગળી (onion)
  • વટાણા - 1 નાનો બાઉલ (Green Peas)
  • 1 નંગ - ટામેટું (Tomato)
  • 2 થી 4 નંગ - ફણસી (French beans)
  • ગવાર - જીણો સમારેલો 1 જીણો બાઉલ Guar (cluster bean)
  • લીલી તુવેર ના દાણા - 1 નાનો બાઉલ (Pigeon Pea)
  • લીલું લસણ 2 થી 3 કળી (Green Garlic)
  • કોથમીર (Coriander)
  • લીલા મરચાં (Green chili)
Recipe:
  • સૌ પ્રથમ ઘઉં ના રોટલીના લોટમાં મોણ અને મીઠું તેમજ હળદર, મરચું, ધાણાજીરું, તલ, અજમો નાખી પરોઠા જેવો લોટ બાંધવો.
  • બટાકો, વટાણા, ફણસી, ગવાર, લીલી તુવેર ના દાણા કુકર માં પાણી મૂકી, 1 થી 2 વ્હીસલ બોલાવી બાફી મૂકવા. 
  • અને બીજી બાજુ બીજા કુકરમાં દાળ બાફવા મૂકવી.
  • શાકભાજી બફાઈ જાય એટલે, એક તાસરામા તેલ મૂકી તેમાં રાઈ નો વઘાર કરી તેમાં હિંગ, મીઠો લીમડો, સુકું લાલ મરચું નાખી દો.
  • ડુંગળી સાંતળવી, ડુંગળી ગુલાબી થાય એટલે ટામેટું અને લીલા મરચાં, લસણ ઉમેરવા.
  • તેમાં હળદર, મરચું, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો નાખી સહેજ ખાંડ નાખી ગેસ બંધ કરી દેવો.
  • બીજી બાજુ દાળ બફાઈ ગઈ હોયતો એક તપેલીમાં કાઢી વલોવી તેમાં તૈયાર કરેલો વઘાર ઉમેરી દેવું. 
  • તેમજ બીજા બધા બાફેલા શાક ઉમેરી દેવા તેમજ જરૂર પ્રમાણે ફરીથી હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગોળ નાખવું.
  • દાળ ને બરાબર ઉકળવા દેવી.
  • ત્યારબાદ બાંધેલા લોટના મોટા રોટલા વણી તેના શક્કરપારા જેવા પીસ કરી દાળ માં ઉમેરતાં જાવ
  • ચમચા થી હલાવતા જાવ.
  • આ નાખેલી ઢોકળી ચઢી જાય એટલે ઉપરથી લીંબુ ની ખટાશ નાખવી અને કોથમીર ભભરાવવી.                         
Recipe:
  • First add oil in Wheat Chapati flour and add salt and turmeric, chili powder, cumin coriander seed powder, sesame seed, cumin seed, and make the dough like paratha.
  • Take Pressure cooker add water and Potato, Green Peas, French beans, Guar, Green Tuver beans and play two whistle.
  • and in otherside in pressure cooker boil toor dal.
  • Once Vegetables get boil, put the oil in one pan add mustard seed once heated also add asafoetida, curry leaves and red chili powder in it.
  • Fry onion, once onion get in pink colour add tomato and green chili and garlic in it.
  • Toor dal is boiled now, then make it thin using hand blender add the tadka in it.
  • and also add boil vegetables in it and add turmeric, chili powder, salt, cumin coriander seed powder, and jaggery according to need.
  • cook the toor dal well.
  • then after take the dough make its round chapati and cut them in small shape like shakkar para, and add it in toor dal.
  • it between turn the spoon in the toor dal so all pieces of dhokli can't together.
  • and once the dhokli is cooked then add lemon juice and fresh coriander in it.
  • Mix vegetable dhokli is ready.