tal ni chikki recipe

Tal Ni Chikki Recipe : 
તલ ની ચીક્કી

Ingredients :

  • 250 ગ્રામ તલ (Sesame seed)
  • 200 ગ્રામ ગોળ (Jaggery)
  • ઘી 2 ટેબલ સ્પૂન (Ghee)

Recipe :
  • સૌ પ્રથમ તલ ને અધકચરા શેકી લેવા 
  • ત્યારબાદ એક તાસરામા ઘી ગરમ કરી, તેમાં ગોળ નાખી તાવેતાથી હલાવો.
  • પછી ગોળ ઓગળી જાય અને ખદખદવા લાગે એટલે તેમાં તલ નાખી બરાબર હલાવી દો  
  • બધુજ એક મિશ્ર કરી ગેસ બંધ કરી લેવો, અને પ્લેટફોર્મ પર પાણી વાળો હાથ કરી ફેરવી દો  
  • પછી મિશ્રણ પ્લેટફોર્મ પર પાથરી પાતળા રોટલા વણી દો, અને પીસ પાડી લેવા.       
Tal Ni Chikki in English :
  • Roast the Sesame seed until it gets the good light golden colour, leave them cool and keep them aside.
  • Heat the Ghee into a pen and add the Jaggery into it and mix them
  • Then Jaggery melt total and it simmer then add sesame seed and mix them well.
  • Then Mix all Mixture well and Turn of the Gas burner, and take water in hand and spread it on platform to make it clean and easy to non sticky for mixture.
  • Then spread the mixture on the platform and let make it thin bread, and make pieces of it.
This Tal Ni Chikki Recipe is a Healthy Energy giving Uttarayan Special Recipe in Gujarat Region, and also called it "Tal Sakri" 

lilva na samosa recipe

Lilva Na Samosa Recipe in Gujarati Language :
(લીલવા ના સમોસા)

Ingredients :
  • 1 વાડકી લીલા વટાણા (Green peas)
  • 1 વાડકી લીલી તુવેરો ના દાણા (Gree Toor) 
  • 3 પીસ લીલી ડુંગળી (Green Onion)
  • 4 થી 5 કળી લીલું લસણ (Green Garlic)
  • 5 કળી ફુદીનો (Mint)
  • 1 નાની વાડકી ઝીણી સમારેલી કોથમીર (Small Chopped Coriander)
  • 6 થી 8 નંગ લીલા મરચા (Green Chili)
  • લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar) 
  • મીઠું (salt)
  • મરચું (Chili)
  • હળદર (Turmeric)
lilva na samosa

   Recipe :
  • સૌ પ્રથમ લીલા તુવેર ના દાણા ને અધ કચરા મિક્સરમાં વાટી લેવા. 
  • વટાણા ને પણ એજ રીતે વાટી લેવા.
  • ત્યારબાદ તેને એક બાઉલ માંકાઢી લીલી ડુંગળી, લીલું લસણ ફુદીનો કોથમીર ઝીણું ઝીણું  બારીક સુધારી તેમાં ઉમેરી દેવું. 
  • લીલા મરચા આદું ખાંડણી માં ખાંડી ઉમેરી દેવા. 
  • ત્યારબાદ તાસરા માં તેલ મૂકી જીરા નો વઘાર કરી, આ મિશ્રણ ને તેમાં શેકવું બરાબર તાવેતાથી ઉપર નીચે હલાવતા રહેવું. 
  • દાણા નું મિશ્રણ શેકાઈ જાય તેવી સુગંધ આવે ત્યારે, તેમાં લીંબુ જરૂર પ્રમાણે ખાંડ, મીઠું, મરચું, હળદર ઉમેરી, બધુજ એક મિશ્ર કરી માવો તૈયાર કરવો.
  • ત્યારબાદ મેંદા ના લોટ ને મોણ અને મીઠું, જીરૂં  નાખી પૂરી જેવો લોટ બાંધી તેની પૂરી બનાવી. 
  • વચ્ચે થી કટ કરી સમોસા ભરવા અને કઢાઈ માં તેલ મૂકી ધીમા તાપે ગુલાબી તળવા.
In Winter season Green Toor is easily available and the its having good protein, and its mostly used in this season kachori and samosa..!!!

red tomato chutney recipe

Red Tomato Chutney Recipe :

Ingredients :
2 નંગ ટામેટા (Tomato)
4 થી 5 કળી સૂકું લસણ (Dry Garlic)
ધાણાજીરું (Coriander cumin powder)
લાલ મરચું (Red Chili)
મીઠું જરૂર પ્રમાણે (Salt)
     
Recipe :
  • સૌ પ્રથમ ટામેટાના નાના નાના ટુકડા કરી લેવા.
  • લસણ ખાંડણી માં ખાંડવું.
  • ત્યારબાદ એક તવીમાં એક ચમચી તેલ મૂકી જીરું નાખી હિંગ નાખવી.
  • ત્યારબાદ ટામેટા નાખવા ચમચાથી ટામેટા હલાવતા રહેવું.
  • ત્યારબાદ લસણ ઉમેરવું, ધાણાજીરું, લાલ મરચું, મીઠું નાખી બરાબર હલાવતા રહેવું
  • બરાબર ખદદી જાય પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લેવી.       

coriander chutney recipe

Fresh Coriander Chutney Recipe in Gujarati Language : 

( લીલી કોથમીર ની ચટણી )  

Ingredients:
  • 250 ગ્રામ કોથમીર - (Fresh Coriander)
  • 4 થી 5 ફુદીના ના પાન - (Mint Leaves)
  • 5 થી 6 નંગ લીલા મરચાં - (Green Chilli)
  • 4 થી 5 લસણ - (Garlic)
  • લીંબુ અડધું - (Half Lemon)
  • મીઠું - (Salt)
  • ખાંડ - (Sugar)
  • સિંગદાણા - (Ground nut)
  • તલ - (Sesame seed)
  • જીરું - (Cumin seed)
Recipe:
  • સૌ પ્રથમ  લીલી કોથમીર, ફુદીનો ચૂંટી ધોઈ ને સાફ કરી લો. 
  • તેમાં લીલા મરચાં, લસણ, સિંગદાણા, તલ, જીરું, લીંબુ, ખાંડ બધુંજ ભેગું કરી. 
  • સહેજ પાણી નાખી મિક્સર માં ક્રશ કરી દેવું એટલે કોથમીર ની ચટણી તૈયાર થઇ જશે.
This Fresh Coriander chutney Recipe is Healthy Recipe and used in many delicious dishes in the world, it is mostly used in Sandwich, Farsan like Lilava ni kachori, Samosa, Ganthiya, Bhakri, thepla and take with daily lunch and dinner dishes.

dry garlic chutney

Dry Garlic Chutney Recipe in Gujarati Language: 

(સૂકા લસણ ની ચટણી

Ingredients:
  • 250 ગ્રામ  સુકું લસણ (Dry Garlic)
  • 2 થી 3 કળી લાલ મરચું (Dry Red Chilli)
  • મીઠું સ્વાદ મુજબ (salt)
  • 1 ચમચી તલ (sesame seed)
  • 1 થી 2 કાંકરી ગોળ (Jaggery)
  • 1 ચમચી ધાણાજીરું (coriander seed powder)   
Recipe:
  • સૌ પ્રથમ લસણ ના ફોતરા કાઢી લેવા.
  • ત્યારબાદ મિક્સર માં અથવા ખાંડણી માં લસણ, લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ગોળ, તલ નાખી ક્રશ કરી લેવું.
  • તેમાં બિલકુલ પાણી નાખવું નહિ.
  • જેથી સુકી લસણ ની ચટણી તૈયાર થઇ જશે.
Recipe:
  • First of all remove the garlic skin cover.
  • Then into mixer or Khandni add garlic, chili, salt, cumin coriander seed powder, jaggery, sesame seeds and crushed all well and mix them well.
  • Do not the water in this mixture.
  • Dry Garlic chutney is ready.
This Spicy Dry Garlic Chilli Chutney is generally served with thepla, paratha, bhakri, bajri na rotla, sadi khichdi, vaghareli khichdi, and many kathiawadi, gujarati dishes. mostly used in winter and monsoon seasons.