gujarati pizza recipe

Gujarati Pizza Recipe in Gujarati Language :

Ingredients :

સૌ પ્રથમ પીઝા ના રોટલા તૈયાર કરવા :
  • 1 નાની તપેલી ઘઉં નો ભાખરી નો લોટ (Bhakri Wheat flour)
  • 1 નાની વાડકી ઘઉં નો રોટલી નો લોટ (Chapati Wheat flour)
  • અજમો, જીરૂં, મીઠું જરૂર મુજબ
  • ઘી નું મોણ મુઠી વડે એટલું (Ghee) 
  • પાણી લોટ બાંધવા માટે (Water)
ગ્રેવી તૈયાર કરવા :    
  • 4 થી 5 નંગ ટામેટા (Tomato)
  • 2 થી 4 નંગ ડુંગળી (Onion)
  • લીલું લસણ જરૂર પ્રમાણે (Green Garlic)
  • 1 નંગ કાકડી (Cucumber)
  • 1 નંગ કેપ્સીકમ મરચું (Capsicum Chili)     
  • ચીઝ જરૂર મુજબ (cheese)
  • ટોમેટો કેચપ જરૂર મુજબ (tomato catchup)

Gujarati Pizza From Bhkri
Gujarati Pizza


Gujarati Pizza Recipe :
  • સૌ પ્રથમ ઘઉં ના બંને લોટ ભેગા કરી તેમાં જીરૂ, અજમો, મીઠું નાખી ઘી નું મોણ નાખી સહેજ સહેજ પાણી નાખી કઠણ લોટ બાંધી રોટલા વણી એટલે કે સહેજ જાડી ભાખરી વણી નોન સ્ટીક તવી માં રૂમાલ થી દબાવીને ધીમાં તાપે ગુલાબી શેકી લેવી.
  • આ ભાખરી 4 થી 5 દિવસ સુધી ઉપયોગ માં લઇ શકાય એવી બને છે.
  • ત્યારબાદ એક તાસરામા તેલ મૂકી તેમાં હિંગ નાખી જીણા સમારેલા ટામેટા, ડુંગળી, લીલું, લસણ, મરચાં નાખી મીઠું ઉમેરી સહેજ ખદખદે એટલે ગેસ બંધ કરી દેવો. 
  • ત્યારબાદ એક ડીસ માં ભાખરી લઇ તેમાં સૌ પ્રથમ બટર લગાવી લસણ ની લાલ ચટણી લગાવવી તેની ઉપર આ ગ્રેવી સરસ રીતે પાથરી પછી કેપ્સીકમ મરચાં અને કાકડી ના  ઝીણા ટુકડા કરી ભભરાવવા.
  • અને પછી ઉપર ચીઝ છીણી ને ભભરાવવી.
  • ઝીણી સમારેલી કોથમીર ભભરાવવી પછી ચપ્પાથી તેનાં ચાર પીસ કરી દેવા.
  • ગુજરાતી પીઝા તૈયાર છે.
This Pizza is made from Wheat flour (Bhakri no lot) so it is healthy, and Easy to prepared at home. No Micro over is used for preparation of this "Desi Pizza".

makai na gota recipe

Makai Na Gota Recipe in Gujarati Langugage :
મકાઈ ના ગોટા  

Ingredients :
2 નંગ - મકાઈ ડોડા (Corn seeds)
250 ગ્રામ - ચણા નો લોટ (Gram flour)
જરૂર મુજબ - લીલી મેથી (Green Fenu Greek)
લીલા મરચાં (Green Chili)
લસણ (Garlic)
લાલ મરચું (Chili Powder)
મીઠું (Salt) 
ધાણાજીરૂ (Dhana jiru)
લીંબુ (Lemon)
ખાંડ (Sugar) 
          
Recipe :
  • સૌ પ્રથમ મકાઈ છોલી કાઢી મકાઈ ના દાણા કાઢી મિક્સરમાં ક્રશ કરી લેવાં.  
  • ત્યારબાદ આ ક્રશ કરેલા માવા માં ચણા નો કકરો લોટ ઉમેરી. 
  • પછી તેમાં લીલી મેથી ઝીણી સમારી, લીલાં મરચાં, લીલા લસણ ને ક્રશ કરી તેમાં ઉમેરો તેમજ લાલ મરચું, મીઠું, ધાણાજીરૂ, લીંબુ, ખાંડ નાખવી.  
  • તેલ નું મોણ નાખી સહેજ પાણી નાખી લોટ પલાળવો। 
  • ત્યારબાદ કઢાઈ માં તેલ ગરમ કરી તેના લુવા મૂકી તળી લઇ તેના ગુલાબી ગોટા ઉતારવા.
  • અને તેને કોથમીર અને આંબલી ની ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.  

undhiyu recipe

Undhiyu Recipe in Gujarati Language :

Ingredients :
  • 2 બટાકા (Potato)
  • 1 શક્કરીયુ (Yum)
  • 100 ગ્રામ રતાળુ (Yam)
  • 250 ગ્રામ તુવેર ના દાણા (લીલવા ના દાણા) (Tuver) 
  • 100 ગ્રામ લીલા રવૈયા (Teased)
  • 100 ગ્રામ લીલી મેથી (Green Fenugreek)
  • 50 ગ્રામ સુરતી પાપડી (Surti Papdi)
  • 50 ગ્રામ ફોલવાની દાણાવાળી પાપડી (Beans)
  • આદું (Ginger)
  • મરચાં (Chilli)
  • કોથમીર (Coriander)
  • હળદર (Turmeric)
  • લાલ મરચું (Red Chilli Powder)   
  • મીઠું (Salt)
  • 250 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
  • 200 ગ્રામ ટામેટા (Tomato)
  • 100 ગ્રામ ગોળ (Jaggery)          

undhiyu recipe
Gujarati Undhiyu Recipe

















Recipe :
  • સૌ પ્રથમ બધાજ શાક ભાજી ને સ્વચ્છ પાણી થી ધોઈ ને સાફ કરી લેવા અને
  • બટાકા, શક્કરીયા, રતાળુ  ના પણ મીડીયમ સાઈઝ ના પીસ કરવા
  • તુવેર ના દાણા અને પાપડી ના દાણા ફોલી દેવા અને સૂરતી પાપડી ને સુધારી લેવી, ટામેટા ઝીણાં સુધારી દેવા
  • લીલી મેથી ને ઝીણી સુધારી લેવી અને પાણી થી ધોઈ લેવી 
મુઠીયા અને રવૈયા તૈયાર કરવા માટે

ચણા ના લોટ માં હળદર, મરચું, મીઠું, ધાણાજીરૂ, લીંબુ નીચોવવું, ખાંડ, કોથમીર, ગરમ મસાલો નાખી દેવો અને તેમાં મોણ પણ નાખી દેવું આ તૈયાર થયેલા મસાલામાં મેથી ઉમેરી તેમાંથી થોડાક ના મુઠીયા વાળી તેને તેલમાં તળી લેવા બાકીના મસાલા ને લીલા રવૈયા માં ભરી દેવો.                        
  • સૌ પ્રથમ એક મોટા તપેલામાં 200 ગ્રામ તેલ મૂકી તેલ ગરમ કરવા મૂકો.  
  • તેલ ગરમ થાય એટલે હિંગ નાખી બધાજ શાક, બટાકા, શક્કરીયા અંદર ઉમેરી દેવા સાથે પાપડી અને લીલવાના દાણા પણ ઉમેરી દેવા.
  • તેમાં મીઠું, ગોળ ઉમેરી ઉપર થાળી મૂકી તેમાં પાણી મૂકી ચઢવા દેવું 
  • અધકચરું ચઢી જાય પછી તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરૂં, લીલા આદું મરચાં ટીચી ને નાખવા 
  • અને ગરમ મસાલો નાખવો તેમજ ભરેલા રવૈયા અને મુઠીયા તેમાં ઉમેરી દેવા
  • પાણી ઉપર થાળી માં મૂકી રાખવું
  • બધુંજ શાક ચઢી જાય એટલે તળેલું રતાળું તેમાં ઉમેરી દેવું 
  • તેમજ ટામેટાઅને કોથમીર ઉમેરી બધુંજ શાક એક મિશ્ર થઇ જાય એટલે ઊપર તેલ દેખાય એટલે ગેસ બંધ કરી દેવો.              
Undhiyu Recipe is Uttarayan Festival Special Recipe, on this day Undhiyu, Puri, Jalebi, or Gulab Jamun, Carrot Halwa in Sweet is a dish at most Families in Ahmedabad, Surat, Baroda and other cities of Gujarat State.